‘ચૂંદડી લેવી છે’ કહી દુકાનદારની નજર ચૂકવી બે મહિલા ૫૦ હજાર ચોરી ગઇ

અમદાવાદ, પાલડી વિસ્તારમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે અજાણી સ્ત્રીઓએ ચૂંદડી લેવાના બહાને દુકાનદારની નજર ચૂકવી ૫૦ હજારની ચોરી કરી ફરાર થઇ ગઇ છે.
પાલડી સરસ્વતી સદનમાં રહેતા અશોકભાઇ મોદીએ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. અશોકભાઇ તેમના મકાનની નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શ્રી પૂર્ણિમા જનરલ સ્ટોર નામથી સિઝનલ મટીરિયલ્સની દુકાન ધરાવીને વેપાર કરે છે.
અશોકભાઇ તેમની દુકાને પત્નીને બેસાડીને જમવા માટે ઘરે ગયા હતા. આ સમયે બે અજાણી સ્ત્રી એક્ટિવા લઇને દુકાન પર આવી હતી. બે અજાણી સ્ત્રીઓએ કહ્યું કે માતાજીની ચુંદડી લેવી છે આમ કહેતા અશોકભાઇના પત્નીએ અલગ અલગ પ્રકારની ચૂંદડી બતાવી હતી. આ દરમિયાનમાં બંને સ્ત્રી દુકાનની અંદર આવી ગઇ હતી.