Western Times News

Gujarati News

ચૂપચાપ પરણી ગયા અલી ગોની અને જેસ્મિન ભસીન?

મુંબઇ, અભિનેત્રી જેસ્મિન ભસીન અને અલી ગોની પાછલા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીર શેર કરતા રહે છે. આટલુ જ નહીં, અનેક ઈવેન્ટ પર પણ સાથે જાેવા મળતા હોય છે. તેમણે ઘણીવાર જાહેરમાં પોતાના પ્રેમનો એકરાર કર્યો છે.

પરંતુ તાજેતરમાં જ જેસ્મિને એક એવી તસવીર શેર કરી છે તેના પરથી અટકળો શરૂ થઈ ગઈ છે કે આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે. જેસ્મિને પાંચમી જાન્યુઆરીના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં જાેઈ શકાય છે કે જેસ્મિને પોતાના બન્ને હાથમાં લાલ ચૂડા પહેર્યા છે. જેસ્મિને ગ્રે કલરની સ્વેટશર્ટ અને પિંક કલરની પેન્ટ પહેરી છે. તે દરિયા કિનારે બેઠી છે અને પોઝ આપી રહી છે.

આ તસવીર શેર કરીને જેસ્મિને કેપ્શનમાં લખ્યું છે કે, શાઈનિંગ એન્ડ સ્માઈલિંગ. આ તસવીર જાેયા પછી લોકોએ લગ્નની અટકળો શરૂ કરી હતી.જેસ્મિનના ફેન્સ આ તસવીર જાેઈને મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. ફેન્સને લાગી રહ્યું છે કે, તેમની ફેવરિટ અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે.

કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું છે- ઓહ માય ગોડ, ચૂડા. શું તમારા અને અલી ગોનીના લગ્ન થઈ ગયા છે. જાે કે અમુક લોકોએ કમેન્ટ સેક્શનમાં દાવો કર્યો છે કે આ તસવીર જેસ્મિનના મ્યુઝિક વીડિયોની છે. ઉલ્લેખનીય છે કે જેસ્મીન ભસીન અને અલી ગોનીની જાેડીને લોકો ખૂબ પસંદ કરે છે.

તેઓ બિગ બોસ૧૪માં એકસાથે જાેવા મળ્યા હતા. તેમણે બિગ બોસના ઘરમાં એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કર્યો હતો અને ત્યારથી સાથે છે. અલી અને જેસ્મિન ઘણીવાર સાથે વેકેશન પર જાય છે. ઘણીવાર કેફે અને રેસ્ટોરાંની બહાર પણ તેમને સાથે સ્પોટ કરવામાં આવે છે. તેમણે મ્યુઝિક વીડિયોમાં પણ એકસાથે કામ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.