ચૂૃંટણીમાં પ્રચારાર્થે ગુજરાત કોંગ્રેસના આગેવાનો યુપી જશે
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ધમધમાટ શરૂ થઈ ગયો છે. ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં તેજી આવી ગઈ છે. દેશભરમાંથી જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો- કાર્યકરો યુપી જવા રવાના થઈ જશે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાંથી ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પ્રચારાર્થેે જુદા જુદા જીલ્લાઓમાંથી આગેવાનો-કાર્યકરોની ટુકડીઓ રવાના થનાર છે.
ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં વિવિધ સમાજ સાથે સંકળાયેલા ગુજરાતના આગેવાનોની એક ટીમ રવાના થનાર છે. જેમાં સ્થાનિક ધારાસભ્યો,સાંસદો સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
આ આગેવાનો ત્યાં જઈને વિવિધ સમાજના આગેવાનોને મળીને બેઠક યોજશે. કોંગ્રેસની માફક ભાજપ પણ તેના પ્રચારકોની યાદી તૈયાર કરશે તેમ મનાય છે. દેશના રાજકારણમાં ઉત્તરપ્રદેશ ખુબજ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. યુપીથી રાજનીતિમાં આ વખતે કોોનો સૂરજ તપશે તેને લઈને અલગ અલગ મંતવ્યો રજુ થઈ રહ્યા છે.
મુખ્ય પક્ષોની સાથે સ્થાનિક પક્ષો-અપક્ષો ઘણો મહત્ત્વનો ભાગ ભજવેશે. સ્થાનિક પક્ષો સ્થાનિક રાજકારણમાં સીટોના ગણિતને અસર કરી શકે છે. તેમ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. અલબત્ત, મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર જાેવા મળશે. અલગ અલગ તબક્કામાં યોજાનાર મતદાનને લઈને ચૂંટણી પંચ સજ્જ થઈ ગયુ છે. અને રાજકીય પક્ષોની તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યુ છે.SSS