ચેક ચોરી બોગસ સહીથી રૂ.ર૯ લાખની છેતરપીંડીનો પ્રયાસ
એસ.જી.હાઈવે ઉપર જમીનની લે-વેચ કરતા વહેપારીની ઓફિસમાંથી કર્મચારીએ કોરા ચેક ચોરી બોગસ સહીઓ કરી : પરિવારજનોના ખાતામાં ચેક જમા કરાવતા તમામ ચેક બાઉન્સ થયા |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટની વચ્ચે છેતરપીંડીના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શહેરના વ†ાપુર પોલીસ સ્ટેશન હેઠળના એસ.જી.હાઈવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ઓફિસ રાખીને જમીનની લે-વેચ કરતા એક વેપારીના કોરા ચેક ચોરી કરી ઓફિસના જ એક કર્મચારીએ ચેકબુકો પર ખોટી સહી કરી કુલ રૂ.ર૯ લાખની છેતરપીંડી આચરવાનો પ્રયાસ કરતાં સનસનાટી મચી જવા પામી છે.
વેપારીને ચેક બાઉન્સ થયાના મેસેજ મળતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તેમણે તપાસ કરતા આ કર્મચારીના પરિવારના નામે ચેકો ફાડવામાં આવ્યા હોવાનું બહાર આવતા વ†ાપુર પોલીસે એક જ પરિવારના ચાર સભ્યો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરની આસપાસ ઔદ્યોગિક એકમો સ્થપાતા જમીનના ભાવો ઉંચકાયા છે
જેના પરિણામે જમીનની લે-વેચનો ધંધો ફુલ્યો ફાલ્યો છે અમદાવાદ શહેર ઉપરાંત રાજયના અનેક વિસ્તારોમાં જમીનોના ભાવો ઉંચકાવાના કારણે અનેક લોકો આ ધંધામાં જાડાયા છે અમદાવાદ શહેરમાં જમીનની લે-વેચ કરતા વહેપારીઓની અનેક ઓફિસો આવેલી છે.
શહેરના એસ.જી.હાઈવે પર રિલાયન્સ મોલની સામે સઈવલ કોમ્પલેક્ષમાં બાલક્ષમ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ આવેલી છે આ ઓફિસના માલિક જગદીશ પેથલજી ચાવડા છે અને તેઓના પરિવારજનો સમાજમાં મોભાનું સ્થાન ધરાવે છે
જગદીશભાઈએ આ ઓફિસમાં મોટાપાયે જમીનની લે-વેચનો કારોભાર શરૂ કર્યો હતો અને ઓફિસમાં કેટલાક કર્મચારીઓ પણ કામ કરી રહયા છે. આ દરમિયાનમાં ત્રણ વર્ષ પહેલા તેમણે વિજય જયંતિભાઈ આહિર નામના યુવકને નોકરીએ રાખ્યો હતો અને વિજય આહિર મુખ્ય બેકિંગનું કામ સંભાળતો હતો.
પાર્ટીઓના ચેક લાવવા ઉપરાંત કંપનીમાં ચેક જમા કરાવવા સહિતની કામગીરી વિજય આહિર કરતો હતો વિજય આહિરે માલિક જગદીશ ચાવડાની તમામ બેકિંગની કાર્યવાહી જાણી લીધી હતી એટલું જ નહી પરંતુ જગદીશ ચાવડા પણ હવે તેના પર વિશ્વાસ રાખવા લાગ્યા હતાં.
બે વર્ષથી વધુ સમય સુધી વિજય આહિરે નોકરી દરમિયાન માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો જેના પરિણામે તે લાખો રૂપિયાના ચેકોની લેવડ-દેવડ કરતો હતો. આ દરમિયાનમાં તા.૧૩.૬.૧૯ ના રોજ વિજય આહિરે નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. નોકરીમાંથી રાજીનામુ આપ્યા બાદ તે કંપની છોડીને જતો રહયો હતો.
વિજય જયંતિભાઈ આહિર ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે.નગરની પાછળ સર્વોદય નગરમાં રહે છે અને બે વર્ષથી વધુ સમય સુધી તેમણે જગદીશ ચાવડાની ઓફિસમાં મહત્વપૂર્ણ કામ કર્યું હતું. જગદીશભાઈ પણ પોતાની ચેકબુકો તેને આપી રાખતા હતાં જાકે ચેકબુકમાં સહિ કરતા ન હતાં તે ચોકકસ રકમના ચેકો ઉપર સહી કરીને તેને આપતા હતા જેના પરિણામે વિજય આહિર પાસે કોરી ચેકબુકો રહેતી હતી.
નોકરી છોડયા બાદ વિજય આહિર ઓફિસમાં આવતો ન હતો આ દરમિયાનમાં જગદીશભાઈ ચાવડાના ફોન પર ચેક રીટર્ન થયાના મેસેજ આવ્યા હતા જેના પરિણામે તેઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારીઓની મદદથી તપાસ શરૂ કરાવી હતી તપાસ કરતા ખાનામાં મુકી રાખેલી કોરી ચેકબુકમાં વચ્ચેથી કેટલાક ચેક ચોરાયેલા માલુમ પડયા હતા.
જેના પરિણામે જગદીશભાઈ ચાવડાને શંકા ગઈ હતી જાકે ચેકબુક પર તેઓ સહી નહી કરતા હોવાથી રાહતનો શ્વાસ પણ લીધો હતો આ દરમિયાનમાં ચેક રિટર્ન થવાનો મેસેજ આવતા જ જગદીશભાઈ ચાવડાએ આ અંગે પોલીસ અધિકારીનો સંપર્ક સાધ્યો હતો તપાસ કરતા કુલ પ થી વધુ ચેકો ચોરાયેલા માલુમ પડયા હતાં. ચેક રિટર્ન થવાનું કારણ જાણવા મળતા જ જગદીશભાઈ ચાવડાએ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.
બીજી બાજુ કોરા ચેક ચોરી કર્યાં બાદ વિજય જયંતિભાઈ આહિરે તેના પિતા જયંતિભાઈ આહિર, પત્નિ દર્શના આહિર અને ભાઈ ચિંતન આહિરના ખાતામાં ચેકો જમા કરાવવા માટે ભર્યાં હતાં જાકે આ ચેકોમાં જગદીશભાઈ ચાવડાની ખોટી સહી તેણે કરી હતી
પરંતુ સહી યોગ્ય નહી હોવાથી આ તમામ ચેક બાઉન્સ થયા હતાં આ અંગે તપાસ શરૂ કરતા કુલ પ જેટલા ચેકો બાઉન્સ થયા હોવાનું બેંકમાંથી જાણવા મળ્યું હતું. જેમાં જયંતિભાઈના ખાતામાં જમા કરાવેલો રૂ.૧પ લાખનો ચેક, દર્શનાના ખાતામાં રૂ.પ લાખનો ચેક, ચિંતનના ખાતામાં રૂ.૩ લાખનો ચેક વિજયના પોતાના ખાતામાં પ લાખનો ચેક અને જયંતિભાઈના ખાતામાં બીજા એક એક લાખ રૂપિયાનો ચેક જમા કરાવ્યો હતો
આ તમામ ચેકો પર જગદીશભાઈની બોગસ સહીઓ હોવાથી તે રિટર્ન થયા હતાં આમ કુલ ર૯ લાખની કિંમતના ચેક બાઉન્સ થયા હતાં. આ અંગે જગદીશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બેંકોના સ્ટેટમેન્ટના આધારે પૂર્વ કર્મચારી વિજય આહિર તથા તેના પરિવારજનો જયંતિભાઈ, દર્શના આહિર અને ચિંતન આહિર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.