Western Times News

Gujarati News

ચેક બાઉન્સ કેસના ઝડપી નિકાલ માટે સુપ્રીમ સમિતિની રચના કરશે

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસોના ઝડપી નિકાલ માટે એક સમિતિની રચના કરી છે. સરકાર સાથે સહમતિ સધાયા બાદ સુપ્રીમ કોર્ટે આ ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેના કહેવા પ્રમાણે વિવિધ કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસના આશરે ૬૦ ટકા જેટલા કેસ નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ (એનઆઈએક્ટ) સાથે સંકળાયેલા છે.

ત્યાર બાદ સીજેઆઈ બોબડેની અધ્યક્ષતાવાળી ૫ ન્યાયાધીશોની બંધારણીય પીઠે આ માટે નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અંતર્ગત ફોજદારી કેસોની ઝડપી સુનાવણી માટે સંબંધિત કેસ અંગે વિચાર કર્યો હતો અને ચેક બાઉન્સના પેન્ડિંગ કેસના ઝડપી નિવારણ માટે એક સમિતિની રચના કરી છે.

આ સમિતિ રાજ્ય સરકારો સહિતના અન્ય ભાગીદારો સાથે મળીને સૂચનો પર ધ્યાન આપશે અને ૩ મહિનામાં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કેન્દ્રીય નાણા મંત્રાલયના નાણા વિભાગ ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓ પણ આ સમિતિમાં સામેલ થશે. સેવાનિવૃત્ત જસ્ટિસ આરસી ચૌહાણ આ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યા છે. ઉપરાંત આરબીઆઈના ગવર્નર દ્વારા સૂચવવામાં આવેલો એક સદસ્ય પણ તેમાં સ્થાન પામશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.