ચેક રિટર્ન કેસમાં આરોપીને ૩ મહિનાની જેલ અને ૧,૮૮૦૦૦ હજારનો દંડનો હુકમ

ગોધરા,ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે. આરોપીને ચેક રિટર્ન થવાના કેસમાં ગુનેગાર ઠરાવીને ૩ મહિના ની જેલની સજા અને રૂપિયા ૧,૮૮૦૦૦ નો દંડ ભરવા અને રૂપિયા ૧,૮૮૦૦૦ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનું હુકમ કરવામાં આવેલ છે.
વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી તરુણકુમાર ટેકચંદ લાલવાણી રહેવાસી યોગેશ્વર સોસાયટી પાસે, ભુરાવાવ ગોધરાના પાસેથી આરોપી કમલેશ ફતનદાસ ભમવાણી રહેવાસી બી ડીવી. પોલીસ સ્ટેસન સામે , ગોધરા નાઓએ જરૂર હોવાથી મિત્ર તરીકે હાથ ઉછીની રકમ પેટે રૂપિયા ૧,૮૮૦૦૦ લીધા હતા.
તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની યુકો બેન્ક નો રૂપિયા ૧,૮૮૦૦૦ નું ચેક લખી આપેલ હતો. પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક ઓફ બરોડા બેન્ક મારફતે ક્લિયરિંગ માં મોકલતા બેંકે બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ – તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ .
તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી – આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદીના વકીલ અશોકભાઈ સામતાણી ની દલીલોને દયાનમાં લઈને ગોધરાના બીજા એડી ચીફ જયુ. મેજીસ્ટ્રેટ જજ કે પી પાચોડે એ આરોપી કમલેસ ભમવાની ને ચેક રિટર્ન થવાના ગુનામાં કાસુરવાન ઠરાવીને આરોપીને ૩ મહિનાની જેલની સજા અને રૂપિયા ૧ લાખ ૮૮ હજાર દંડ અને દંડ ની રકમ માંથી ફરિયાદીને ચેકની રકમ રૂપિયા ૧,૮૮૦૦૦ વળતર તરીકે ચૂકવી આપવાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે.