ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને દિલ્હી જેવા શહેરોમાં કોરોનાના સંક્રમણમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે
દેશમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા વધી
નવી દિલ્હી, એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ થોડો વધારે આવવા લાગ્યો છે. હોસ્પિટલ ઈમરજન્સી રૂમ વધુ વ્યસ્ત બની રહ્યા છે. ધસારો લગભગ અનિવાર્ય છે કારણ કે, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને દિલ્હી જેવા શહેરોમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે.
પરંતુ મોટાભાગના કેસ હળવા લક્ષણો ધરાવતા હોય છે અને થોડા દર્દીઓને જ વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. ચેન્નઈની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ત્રણ જાન્યુઆરીએ દર્દીઓની સંખ્યા ૧,૭૫૪ હતી. ચોથી જાન્યુઆરીએ દર્દીઓની સંખ્યા ૧,૯૩૧એ પહોંચી હતી.
આ સાથે તમિલનાડુમાં ચાર મહિના પહેલા ૪ ટકાની સરખામણીમાં કુલ બેડના ૧૪ ટકા બેડ ઓક્યુપાઈ હતા. ઉપરાંત એક મહિના પહેલા ૬ ટકાની સરખામણીમાં રાજ્યમાં ઓક્સિજન બેડમાંથી પાંચમા ભાગમાં દર્દીઓ હતો. દિલ્હી સરકારની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ, લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં નવેમ્બરના અંતમાં કોરોનાના ૧૦ દર્દીઓ હતા.
તે હવે ૭૦ પર પહોંચી ગયા હોવાથી સરકારે ૫૦થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો અને નર્સિંગ હોમને તેમાંથી ૪૦ ટકા કોવિડ કેસ માટે રિઝર્વ રાખવા જણાવ્યું છે, કારણ કે બીજીલહેર દરમિયાન પણ આમ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં મંગળવારે ૮૩૪ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સોમવારે આ સંખ્યા ૫૭૪ અને રવિવારે ૫૦૩ હતી.
પાંચ દિવસ પહેલા જાેવા મળતા સરેરાશ દૈનિક હોસ્પિટલમાં દાખલ થવાની સરખામણીએ, ઉછાળો લગભગ ૬૮ ટકા છે. મહાનગરપાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મુંબઈના ૩૫ હજાર હોસ્પિટલ બેડમાંથી ૧૫ ટકામાં હાલ દર્દીઓ છે. ગોરેગાંવમાં આવેલી નેસ્કો જમ્બો હોસ્પિટલના ડીન ડો. નીલમ એન્ડ્રાડે કહ્યું હતું કે, નિયમિત ૧૫૦-૧૭૦ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ‘પરંતુ ઓક્સિજનનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો નથી’, તેમ તેમણે કહ્યું હતું. પુણેમાં હોસ્પિટલમાં દાખલ થવામાં થોડો વધારો નોંધાયો છે.
‘છેલ્લા બે અઠવાડિયાથી અમારી હોસ્પિટલમાં લગભગ ૧૦ ટકા વધાર નોંધવામાં આવ્યો છે, જેમાંથી મોટાભાગના સામાન્ય બીમાર છે’, તેમ નોબેલ હોસ્પિટલના ઈન્ફેક્સિય ડિસીસ એક્ટપર્ટ ડો. અમીત દ્રવિડે કહ્યું હતું. પુણેમાં હોસ્પિટલમાં દાખલ થવામાં થોડો વધારો નોંધાયો છે. છેલ્લા બે અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ૧૦% વધારો નોંધવામાં આવ્યો છે.
તેમાંથી મોટાભાગના લોકો સાધારણ બીમાર છે, નોબલ હોસ્પિટલના ચેપી રોગ નિષ્ણાત ડૉ. અમીત દ્રવિડે જણાવ્યું હતું. અમદાવાદ, ગુજરાતના લેટેસ્ટ આઉટબ્રેકના એપીસેન્ટરમાં છેલ્લા ૧૨ દિવસમાં હોસ્પિટલના ઓક્યુપન્સીમાં ૧૦ ગણો વધારો નોંધાયો છે. ૨૩મી ડિસેમ્બરે શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના સાત દર્દીઓ હતા.
૪ જાન્યુઆરીએ સંખ્યા વધીને ૭૩ થઈ ગઈ હતી. રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં ૧૯ દર્દીઓ છે. મધ્યપ્રદેશમાં, ૪ ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ૮૬થી વધીને ૪ જાન્યુઆરીએ ૧૬૦ હતી. પરંતુ માત્ર થોડાને જ ઓક્સિજન સપોર્ટની જરૂર હતી. છતીસગઢમાં ૪૬૫ હોસ્પિટલમાં ૧,૯૪૨ એક્ટિવ કેસ હતા.
યુપીમાં હોસ્પિટલમાં દાખલ ૨૮૭ દર્દીઓમાંથી નવ ઈન્ટેન્સિવ કેરમાં છે. પંજાબમાં પણ કેસમાં વધારો નોંધાયો છે, પરંતુ હોસ્પિટલમા દાખલ થવાનું પ્રમાણ ઓછુ છે. આરોગ્ય વિભાગના ડેટા દર્શાવે છે કે, ૪ જાન્યુઆરી સુધીમાં ૯,૫૯૭ ઓક્સિજન બેડમાંથી ૩ ટકા બેડ પર દર્દીઓ હતા. ચંડીગઢમાં ઓક્સિજનની સુવિધા ધરાવતા ૨૭૯ કોવિડ બેડમાંથી માત્ર ૨૫ ટકા પર દર્દીઓ હતા.