Western Times News

Gujarati News

ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને ૨૦ રનોથી માત આપી

દુબઈ, આઈપીએલ ૨૦૨૧ના બીજા તબક્કામાં ચેન્નઈની શાનદાર શરૂઆત થઈ છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમાયેલ પ્રથમ મેચમાં ચેન્નઈએ મુંબઈને ૨૦ રનોથી માત આપી મેચ જીતી લીધી હતી. ધોનીએ પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ચેન્નઈની ટીમે ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ ગુમાવીને ૧૫૬ રન બનાવ્યા હતા અને મુંબઈને મેચ જીતવા માટે ૧૫૭ રનોનો ટાર્ગેટ આપ્યો હતો.

રન ચેઝ માટે ઉતરેલી મુંબઈની ટીમ ૨૦ ઓવરના અંતે ૮ વિકેટ ગુમાવીને ૧૩૬ રન બનાવી શકી હતી. આઈપીએલના બીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી.

ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પણ બેટિંગ માટે ઉતરેલી ચેન્નાઈની ટીમે શરૂઆતમાં જ ધબડકો મારી દીધો હતો અને એક બાદ એક ચેન્નઈની વિકેટો પડવા લાગી હતી. જાે કે ઋતુરાજ ગાયકવાડે ૮૮ રન બનાવીને ચેન્નાઈની લાજ રાખી હતી.

૨૦ ઓવરોનાં અંતે ૬ વિકેટ ચેન્નાઈએ ૧૫૬ રન બનાવ્યા હતા અને મુંબઈને ૧૫૭ રનોનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૫૬ રનોનો ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈના ઓપનર પણ ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ નીવડ્યા હતા.

ત્રીજી ઓવરમાં દીપક ચહરે ક્વિટન ડી કોકને ૧૭ રનોએ એલબીડબલ્યુ કર્યો હતો. જે બાદ પાંચમી ઓવરમાં પણ દીપક ચહરે મુંબઈને બીજાે ઝટકો આપતાં ૧૬ રન પર અનમોલપ્રીત સિંહને આઉટ કરી દીધો હતો. અને તે બાદની છઠ્ઠી ઓવરમાં શાર્દુલ ઠાકુરે ત્રીજાે ઝટકો આપતાં સૂર્યકુમાર યાદવને ૩ રન પર ડુપ્લેસિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ૧૦મી ઓવરના અંતે મુંબઈના ૪ વિકેટ પર ૬૨ રન હતા.

અને ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સે પોતાની મજબૂત પકડ બનાવી છેલ્લી ઓવર સુધી બનાવી રાખી હતી. છેલ્લી ઓવરમાં છ બોલ પર મુંબઈને ૨૪ રન બનાવવાના હતા. અને અંતે ૨૦ ઓવરના અંતે મુંબઈ ૮ વિકેટના નુકસાન પર ૧૩૬ રન જ બનાવી શકી હતી.

મુંબઈ તરફથી સર્વાધિક સૌરભ તિવારીએ ૫૦ રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી ડ્‌વેન બ્રાવોએ ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે દીપક ચહરે ૨ અને જાેશ હેઝલવુડ અને શાર્દુલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નાઈની ટીમે ૨૦ ઓવરના અંતે ૬ વિકેટ પર ૧૫૬ રન બનાવ્યા હતા. જાે કે, ચેન્નાઈની શરૂઆત નબળી થઈ હતી અને ૨૪ રનોનાં સ્કોર પર ચેન્નાઈની ચાર વિકેટ પડી ગઈ હતી. પહેલી ઓવરના પાંચમા બોલ પર ફાફ ડુ પ્લેસિસ ૦ રન બનાવીને આઉટ થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.