Western Times News

Gujarati News

ચેન્નાઇમાં પાંચ મહીના બાદ શરાબની દુકાનો ખુલી

ચેન્નાઇ, તમિલનાડુ સરકારે જણાવ્યું છે કે લગભદ પાંચ મહીના બાદ ચેન્નાઇ અને ઉપનગરીય ક્ષેત્રોમાં ૧૮ ઓગષ્ટથી સરકાર સંચાલિત શરાબની દુકાનો ફરીથી ખુલશે સરકારની એક જાહેરાતમાં તમિલનાડુ રાજય વિતરણ નિગમના હવાલા પરથી કહેવામાં આવ્યું છે કે શરાબની દુકાનો સવારે ૧૦ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલશે અને ગ્રાહકોને એક દિવસમાં ફકત ૫૦૦ ટોકન આપવામાં આવશે તેમાં કહેવામાં આવ્યું છે કે શરાબની દુકાનો પર જનારા ફરજિયાત રીકે માસ્ક પહેલા હોવા જાેઇએ અને એક બીજાથી યોગ્ય અંતર બનાવી રાખવા જાેઇએ ગ્રેટર ચેન્નાઇ પોલીસના અધિકાર ક્ષેત્રમાં આવનાર ચેન્નાઇ અને ઉપનગરીય ક્ષેત્રોને છોડી બાકી તમિલનાડુમાં સાત મેના રોજ શરાબની દુકાનો ખુલી ગઇ હતી. કોવિડ ૧૯ના અપેક્ષાકૃત વધુ મામલો હોવાને કારણે મેમાં શરાબની દુકાનો ખુલી ન હતી.HS

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.