ચેન્નાઈના વેપારી દ્વારા સુરતના વેપારીઓ સાથે ૪.૧૬ કરોડની છેતરપિંડી
સુરત, રીંગરોડની સુરત ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સહિત અન્ય વેપારીઓ પાસેથી કુલ રૂપીયા ૪.૧૬ કરોડનો માલ ખરીદ્યા બાદ ચેન્નાઈના વેપારીઍ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરતા દોડતા થયેલા વેપારીઓઍ ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ ઍલ.બી. સિનેમા પાસે શાંતિકુજ સોસાયટીમાં રહેતા કિરણ બસંતિલાલજી રાઠોડ રિંગરોડ સ્થિત સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવે છે. કિરણભાઈ સહિત અન્ય વેપારીઓ પાસેથી ગત જુલાઈ ૨૦૧૮માં ચેન્નાઈમાં સરવના સ્ટોર્સ ગોલ્ડ પેલેસ ટેક્ષટાઈલના પ્રોપાઈટર પલક દુરઈ દ્વારા કુલ રૂપિયા ૪,૧૬,૪૬,૯૩૧નો અલગ અલગ ક્વોલીટીનો કાપડનો માલનો ટ્રાન્સપોર્ટ મારફતે મોકલાવ્યો હતો.
નક્કી કરેલ મર્યાદામાં પલક દુરઈઍ પેમેન્ટ નહી ચુકવતા વેપારીઓ દ્વારા ઉઘરાણી કરવા છતાંયે ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. પોલીસે કિરણભાઈ રાઠોડની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી છે.