ચેન્નાઈની ટીમના કન્ટેન્ટ મેમ્બરને કોરોનાનું સંક્રમણ
નવી દિલ્હી: આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી પણ કોરોના પહોંચી ચુક્યો છે. શનિવારે ટીમના એક સભ્યનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.આઈપીએલની ૧૪મી સીઝન ૯ એપ્રિલથી શરુ થવાની છે
અને બીજી તરફ ભારતમાં કોરોનાનુ સંક્રમણ હાહાકાર મચાવી રહ્યુ છે ત્યારે હવે આઈપીએલ પર કોરોનાનો ઓછાયો મંડરાઈ રહ્યો છે.
જેનાથી ક્રિકેટ બોર્ડની પરેશાની વધી રહી છે. દિલ્હીની ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે ચેન્નાઈની ટીમને કોરોનાએ સપાટામાં લીધી છે.જાેકે જે સભ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે તે કન્ટેન્ટ મેમ્બર છે અને ક્રિકેટર નથી.આજે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને આઈસોલેટ કરી દેવામાં આવ્યો છે.આ સભ્ય જાેકે સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ નજીક નહીં ગયો હોવાથી પ્લેયર્સ સુરક્ષિત છે.ટીમે પોતાનો પ્રેક્ટિસ ચાલુ રાખી છે.
જાેકે આઈપીએલની ટીમો સુધી પહોંચી રહેલુ કોરોના સંક્રમણ ચિંતા વધારનારુ તો છે જ.બાયોબબલ પછી પણ કોરોના ટીમો સુધી પહોંચી રહ્યો છે.ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાની પહેલી મેચ ૧૦ એપ્રિલે વાનખેડે સ્ટેડિયમ પર રમવાની છે.