ચેમ્પિયન બોક્સરને લાઈવ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત
યુગાન્ડા, ખેલ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તુર્કીમાં જન્મેલા જર્મન બોક્સર મુસા અસ્કન યામાકનું હાર્ટ એટેકના કારણે રિંગની અંદર જ અવસાન થયું હતું. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર ૩૮ વર્ષીય મૂસા યુગાન્ડાના હમઝા વાન્ડેરા સાથેની મેચ દરમિયાન ત્રીજા રાઉન્ડ પહેલા રિંગમાં પડી ગયો હતો, ત્યારબાદ તેણે દુનિયાને અલવિદા કહ્યું હતું.
મ્યુનિકમાં યોજાયેલી આ મેચનું પ્રેક્ષકો માટે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. તુર્કીના અધિકારી હસન તુરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિ્વટર પર કહ્યું, ‘અમે અમારા દેશબંધુ મુસા અસ્કન યામાક, અલુકરાના બોક્સર ગુમાવ્યા છે. તેણે નાની ઉંમરે યુરોપિયન અને એશિયન ચેમ્પિયનશિપ જીતી હતી.
મુસાને બીજા રાઉન્ડમાં વિપક્ષી ખેલાડી વાન્ડેરાએ જાેરદાર ફટકો માર્યો હતો, રિંગમાં પડ્યા બાદ મેડિકલ ટીમ તેની મદદ માટે રિંગમાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મુસાને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ બોક્સરને મૃત જાહેર કર્યો. તુર્કીમાં જન્મેલો મુસા બોક્સિંગ રિગમાં અણનમ હતો અને તેનો રેકોર્ડ ૮-૦ હતો. તેણે વિરોધી ખેલાડીઓને પછાડીને આ મેચો જીતી હતી.
બોક્સિંગની દુનિયામાં આ પહેલી ઘટના નથી કે જ્યાં યુવા અને આશાસ્પદ બોક્સરે પોતાનો જીવ ગુમાવ્યો હોય. યામાક પહેલા આર્મેનિયનમાં જન્મેલા રશિયન બોક્સર અરેસ્ટ સહકયાનનું આ વર્ષે ૯ જાન્યુઆરીએ અવસાન થયું હતું. ૨૬ વર્ષીય સહકયાન દસ દિવસ સુધી કોમામાં હતો, ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
રશીદ અલ-સ્વસિત નામના અન્ય બોક્સરનું પણ ગયા વર્ષે વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપ મેચ દરમિયાન રિંગમાં પડી જવાથી મૃત્યુ થયું હતું. અકાળે અવસાન સમયે રાશિદ માત્ર ૧૯ વર્ષનો હતો.HS1