ચેમ્બર ઓફ કોમર્સ ખાતે અમદાવાદના રર મહાજનોના આગેવાનોનું સન્માન કરાયું
(પ્રતિનિધિ )અમદાવાદ, ૧૪મી જૂનના રોજ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ‘વર્લ્ડ બ્લડ ડોનર-ડે’ નીમિત્તે અમદાવાદના રર વેપારી એસોસીએેશનના મહાનુભાવોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. ૭મી જૂનથી ૧૪મી જૂન દરમ્યાન એક સપ્તાહ માટે ે‘સ્વૈચ્છીક રકતદાન સપ્તાહ’ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સપ્તાહ દરમ્યાન વેપારી એસોસીએશનોએ તેમને ત્યાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો. અલગ અલગ તારીખના યોજાયેલા કેમ્પમાં અત્યાર સુધીમાં ૭પ૦ યુનિટ બ્લડ એકત્ર કરાયુ હતુ. આગામી દિવસોમાં ચાંદખેડાના વેપારી એસોસીએશન દ્વારા આયોજન કરવામાં આવનાર છે.
દરમ્યાનમાં વધુ વિગતો માટે સંપર્ક કરતા મહાજન સંકલન સમિતિના ચેરમેન આશિષભાઈ ઝવેરીએ જણાવ્યુ હતુ કે ચેમ્બર ખાતે રર જેટલા વેપારી એસોસીએશનના આગેવાનોને તેમની કામગીરીના સંદર્ભમાં સન્માન કરાયુ હતુ.
આ પ્રસંગે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યા પછી પોતાના પ્રવચનમાં ભારતીય રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય એકમના ચેરમેન અજય પટેલે જણાવ્યુ હતુ કે આ કાર્ય કરવાથી આત્મસંતોષ મળશે. બ્લડ ડોનેેટ કરવાના કામથી જે દિલની ખુશી મળે છે તે પૈસા ખર્ચવાથી પણ નથી મળતી.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તથા વિવિધ વેપારી સંગઠનના કર્મચારીગણ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.