ચેસ્લી ક્રિસ્ટે ૬૦ માળની ઈમારતના ૯મા માળેથી છલાંગ લગાવી

વોશિગ્ટન, અમેરિકન મોડલ ચેસ્લી ક્રિસ્ટે ૬૦ માળની ઈમારતના ૯મા માળેથી છલાંગ લગાવી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. તે છેલ્લે બિલ્ડિંગના ૨૯મા માળે જાેવા મળી હતી. ચેસ્લી ક્રિસ્ટ ૨૦૧૯ની મિસ યુએસએ હતી. મોડલે તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી.
તે અવાર-નવાર તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરતી હતી. તાજેતરમાં, તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી અને તેના કેપ્શનમાં એક ચોંકાવનારી વાત લખી, ‘આ દિવસ તમારા માટે આરામ અને શાંતિ લાવે’. ચેસ્લી ક્રિસ્ટે તાજેતરમાં જ મિસ યુનિવર્સ ઓફ ઈન્ડિયા બનેલી હરનાઝ કૌર સંધુ સાથે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
ચેસ્લી ક્રિસ્ટ મિસ યુએસએ તેમજ વ્યવસાયે વકીલ હતી અને તે દક્ષિણ કેરોલિનાથી કાયદાની પ્રેક્ટિસ કરતી હતી. પોલીસને તેના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી છે.
જેમાં લખ્યું છે કે તેની તમામ મિલકત તેની માતા એપ્રિલ સિમ્પકિન્સને આપવામાં આવે. પરંતુ, તેણે આ આત્મહત્યા શા માટે કરી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
એક અખબારી અહેવાલ અનુસાર, એનવાયપીડી એ શેર કર્યું છે કે નવમા માળે રહેતી ચેસ્લી ક્રિસ્ટનું મૃત્યુ આત્મહત્યા હોવાનું જણાય છે, વધુમાં ઉમેર્યું હતું કે તબીબી પરીક્ષકે હજી સત્તાવાર કારણ નક્કી કરવાનું બાકી છે. હરનાઝ સંધુએ ચેસ્લી ક્રિસ્ટ માટે એક નોટ લખી છે, તેણે લખ્યું, ‘આ હૃદયદ્રાવક અને અવિશ્વસનીય છે, તમે હંમેશા ઘણા લોકો માટે પ્રેરણા હતા. રેસ્ટ ઇન પીસ ચેસ્લી.’
ચેસ્લીનો જન્મ જેક્સન, મિશિગનમાં ૧૯૯૧માં થયો હતો અને તે દક્ષિણ કેરોલિનામાં મોટી થઈ હતી. તેને સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને પછી ૨૦૧૭માં વેક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી સ્નાતક થઈ હતી. તેણે સિવિલ લિટિગેટર તરીકે નોર્થ કેરોલિનાની ફર્મ પોયનર સ્પ્રુલ એલએલપીમાં વકીલ તરીકે કામ કર્યું હતું. તેણે મહિલા બિઝનેસ એપેરલ બ્લોગ વ્હાઇટ કોલર ગ્લેમની પણ સ્થાપના કરી.HS