Western Times News

Gujarati News

ચૈત્રિ નવરાત્રિની શરૂઆત સાથે વડાપ્રધાનના ઉપવાસ શરૂ થયા

નવીદિલ્હી: આજથી દેશમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશવાસીઓને તેની શુભકામનાઓ આપી છે આ સાથે જ આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ દિવસના ઉપવાસ પણ શરૂ થઇ ચુકયા છે.એ યાદ રહે કે વડાપ્રધાન શક્તિના ઉપાસક છે તે બંન્ને નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે. આ વખતે આ ઉપવાસ બંગાળ ચુંટણીની વચ્ચે થઇ રહ્યાં છે. શક્તિના ઉપાસક વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪૦ વર્ષોથી વધુ સમયથી ઉપવાસ કરે છે આ દરમિયાન તે મોટાભાગના સમયે ગરમ પાણીનું સેવન કરે છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ તે પહેલીવાર અમેરિકા પહોંચ્યા હતાં તે સમયે દેશમાં નવરાત્રિની ધુમ હતી

મોદીના સ્વાગતમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ડિનરનું આયોજન કર્યું હતું જાે કે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગરમ પાણીનું સેવન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે પોતાના કાર્યકાળનો હિસાબ આપવા અને બીજા કાર્યકાળ માટે જનતાથી મત માંગવા માટે ૨૦૧૯માં ચુંટણી મેદાનમાં હતાં તો દેશમાં ચૈત્ર નવરાત્રિનો સંયોગ પણ બન્યો હતો એ યાદ રહે કે લોકસભા ચુંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે થયું હતું જયારે ૬ એપ્રિલથી લઇ ૧૪ એપ્રિલ સુધી દેશે નવરાત્રિ મનાવી હતી આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હજારો કિલોમીટરનું હવાઇ સફર કર્યું હતું ભીષણ ગરમીમાં તે ગરમ પાણીની સાથે લીંબુનું શરબત પીતા હતાં.

આ વખતે પણ બંગાળ વિધાનસભાની ચુંટણી દરમિયાન ચૈત્રિ નવરાત્રિ આવી છે નવરાત્રિ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિનચર્યા જાેઇએ તો તેઓ સવાર અને સાંજ દુર્ગા પાઠ દ્વારા શક્તિ દેવીની આરાધના કરે છે. આ દરમિયાન તે ધ્યાન પણ લગાવે છે.નવ દિવસ દરરોજ પાઠ કર્યા બાદ સવાર સાંજ દેવી દુર્ગાની આરતી ઉતારે છે. ઉપવાસ દરમિયાન તેઓ ગરમ પાણી અને દિવસમાં ફકત એકવાર ફળ ખાય છે. જયારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યાં હતાં ત્યારે શારદીય નવરાત્રી દરમિયાન શસ્ત્ર પુજા પણ કરતા હતાં. મોદીની આ નવરાત્રિ બંગાળ ચુંટણીને લઇ ખાસ રહેનાર છએ બંગાળમાં શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની ખુબ ધુમધામથી પુજા થાય છે.સમગ્ર પ્રદેશમાં લોકો હર્ષોલ્લાસની સાથે નવરાત્રિ મનાવે છે આ ચૈત્ર નવરાત્રિ બંગાળ ચુંટણી વચ્ચે આવે છે. મોદીએ શારદીય નવરાત્રિ દરમિયાન એક વીડિયો કોન્ફરસિંગ દ્વારા બંગાળના લોકોને સંબોધિત પણ કર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.