Western Times News

Gujarati News

ચૈન્નઈ સુપર કિંગ્સે પંજાબને દસ વિકેટે કચડી નાખ્યું

દુબઈ: ઓપનર શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપરકિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબને ૧૦ વિકેટથી હરાવી આઈપીએલ ૨૦૨૦નો સૌથી મોટો વિજય નોંધાવ્યો. પંજાબે આપેલા ૧૭૯ રનના ટાર્ગેટને સીએસકેએ વોટસનના ૮૩ અને ડુ પ્લેસિસના ૮૭ રનની મદદથી સીએસકેએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના જ પાર કરી લીધો. સતત ત્રણ હાર બાદ આખરે સીએસકેએ વિજય નોંધાવ્યો. લાગી રહ્યું હતું કે, ૧૭૯ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સીએસકેની ટીમ માટે સંઘર્ષપૂર્ણ રહેશે પણ બંને ઓપનર્સે તમામ ગણતરીઓને ખોટી પૂરવાર કરી. બંને બેટ્‌સમેનોએ પંજાબના કોઈ બોલરને હાવી થવાની કોઈ તક આપી નહોતી અને સરળતાથી રન બનાવતા ગયા હતા.

બંને પ્લેયર્સે સીએસકે માટે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો વિક્રમ પણ બનાવી દીધો. તેમણે મુરલી વિજય અને માઈકલ હસીના ૧૫૯ રનના ઓપનિંગ ભાગીદારીના રેકોર્ડને વટાવી દીધો હતો. સીએસકેએ ૧૪ બોલ બાકી રહેતા જ જીત મેળવી લીધી હતી. પંજાબના તમામ બોલર્સ સીએસકેના ઓપનર્સ સામે નિસ્તેજ સાબિત થયા અને એક પણ વિકેટ મેળવી શક્યા નહીં. પંજાબ ટીમ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ લેવાનો ર્નિણય કર્યો હતો. ટીમને આ ર્નિણય ફળ્યો પણ હતો. લીગમાં સૌથી વધુ રન બનાવનારા મયંક અગ્રવાલ અને કે એલ રાહુલે ટીમને ફરી એક સારી શરૂઆત અપાવી હતી. બંને પ્રથમ વિકેટ માટે ૬૧ રનની ભાગીદાર નોંધાવી હતી.

મયંક(૨૬)ના આઉટ થયા બાદ બેટિંગમાં આવેલા મનદીપ સિંહ (૨૭)એ પણ એક સારી ઈનિંગ રમી હતી. તેના આઉટ થયા બાદ રાહુલે અર્ધ સદી પૂરી કરી હતી. તે હવે લીગમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્‌સમન બની ગયો છે. ચોથા સ્થાને આવેલા નિકોલસ પૂરને પણ ૧૭ બોલમાં ૩૩ રનની આક્રામક ઈનિંગ રમી હતી પરંતુ બીજી કે એલ રાહુલની રન બનાવવી ગતિ ઘટી ગઈ હતી. તે ૫૨ બોલમાં ૬૩ રન બનાવી આઉટ થયો હતો. એક સમયે લાગતું હતું કે, પંજાબ ૨૦૦ રનનો સ્કોર વટાવી જશે

પરંતુ ધીમી મધ્યની ઓવર્સમાં ધીમી બેટિંગને કારણે તે ૧૭૮ રન જ જ બનાવી શક્યું. આ ૬૩ રનની ઈનિંગ સાથે જ રાહુલ આઈપીએલ ૨૦૨૦માં ઑરેન્જ કેપ હોલ્ડર બની ગયો છે. તે પોતાની જ ટીમના સાથી મયંક અગ્રવાલને પાછળ છોડી સૌથી વધુ રન બનાવનારો બેટ્‌સમેન બની ગયો છે. સીએસકેએ કુલ ૬ બોલર્સ યુઝ કર્યા હતા જેમાંથી શાર્દુલ ઠાકુર સૌથી સફળ સાબિત થયો હતો. તેણે રાહુલ અને પૂરનની મહત્વની વિકેટો લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.