Western Times News

Gujarati News

ચોકલેટના શોખીનો માટે ખુશખબરઃખુબ ઓછી શુગર સાથે કેડબરી ડેરી મિલ્ક લોંચ

અમદાવાદ, ભારતની સૌથી લોકપ્રિય ચોકલેટ કેડબરી ડેરી મિલ્ક હવે ૩૦ ટકા લેસ શુગર સાથે નવા બારમાં પણ મળશે, જે ગ્રાહકોને વધુ પસંદગી આપશે અને સ્વાદિષ્ટ કેડબરી ડેરી મિલ્કનો સ્વાદ આપશે. કેડબરી ડેરી મિલ્ક૩૦ ટકા લેસ શુગરમાં કોઈ ઉમેરાયેલા કૃત્રિમ સ્વીટનર્સ નથી અને શેલ્વ્સ પર કેડબરી ડેરી મિલ્ક પ્રોડક્ટોના મોજૂદ પોર્ટફોલિયો સાથે બિરાજમાન થશે. ભારત મોન્ડેલીઝ ઈન્ટરનેશનલ વર્લ્ડમાં આ અજાડ પ્રોડક્ટ લોન્ચ કરનાર પ્રથમ દેશ છે.

ઈનોવેશન ગ્રાહકોને યોગ્ય નાસ્તા કરવા સશક્ત બનાવવા અને નવા ઈટ અનુભવ નિર્માણ કરીને તેમની પસંદગી પૂરી પાડવાની કંપનીની કટિબદ્ધતાને વ્યકત કરે છે. મોન્ડેલીઝ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ દીપક ઐયરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં કેડબરી ડેરી મિલ્કના ચાહકોને ધ્યાનમાં લેતાં ભારતમાં આ પ્રોડક્ટ રજૂ કરવામાં અમને ખુશી છે. બ્રાન્ડના ઈતિહાસમાં આ અત્યંત નોંધનીય ઈનોવેશન છે. અમે ચોકલેટના સ્વાદમાં નવો દાખલો બેસાડવાનું ચાલુ રાખ્યું છે ત્યારે અમે અમારા ગ્રાહકોને સમજીએ છીએ અને તેમના પ્રત્યે અમારી કટિબદ્ધતા માટે સતર્ક છીએ.

૩૦ ટકા ઓછા શુગર સાથેની કેડબરી ડેરી મિલ્ક વધુ એક વિશેષ ઈનોવેશન છે, જે અમારા સીડએમના ચાહકોને અમારા વિશ્વવિખ્યાત સ્વાદ અને ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના ઓછા શુગરનો વિકલ્પ આપે છે. અમારી અપેક્ષા છે કે આ ઈનોવેશન અમારા પોર્ટફોલિયોને મજબૂત બનાવશે, કારણ કે તે મુખ્ય કેડબરી ડેરી મિલ્ક સહિત અમારી અત્યંત લોકપ્રિય બ્રાન્ડ્‌સને પૂરક છે.

મોન્ડેલીઝ ઈન્ડિયાના માર્કેટિંગ(ચોકલેટ્‌સ)ના ડાયરેક્ટર અનિલ વિશ્વનાથને જણાવ્યું હતું કે, અમારી બ્રાન્ડ્‌સ લોકોના જીવનમાં વિશેષ ભૂમિકા ભજવે છે તે અમે સારી રીતે સમજીએ છીએ. આજે વધુ ને વધુ ગ્રાહકો તેમની જીવનશૈલી પ્રદર્શિત કરે તેવી પ્રોડક્ટો ચાહે છે અને અમે હંમેશાં આ જરૂરતોને પહોંચી વળવા માટે અજોડ પ્રોડક્ટો અને મંચો નિર્માણ કરવામાં આગળ રહ્યા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.