ચોકલેટી બોય કાર્તિકના ઘરે નાનું ક્યૂટ મહેમાન આવ્યું
મુંબઈ, બોલિવૂડના ચોકલેટી બોય કાર્તિક આર્યનને કોઈ ઓળખની જરૂર નથી. કાર્તિકે એક કરતા વધુ ફિલ્મો કરી લોકોના દિલ જીતી લીધા છે. પરંતુ શું તમે જાણો છો કે કાર્તિક આર્યનના ઘરે એક નવો મહેમાન આવ્યો છે. આ નવા મહેમાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કાર્તિકના ઘરે આ નવા મહેમાન આવતાની સાથે જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. જે તસવીરો સામે આવી છે તેમાં કાર્તિક એક સુંદર સફેદ કૂતરો પકડેલો જાેવા મળે છે. કાર્તિકે આ નવા મહેમાનનું નામ કટોરી આર્યન રાખ્યું છે. આ નવા મહેમાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કાર્તિક આ નવા મહેમાનને પ્રેમ કરતા જાેવા મળે છે.
કાર્તિક આર્યને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ નાના ગેસ્ટની તસવીર શેર કરી છે. આ તસવીરો શેર કરતા કાર્તિકે કેપ્શનમાં લખ્યું કટોરી મને ફરીથી પ્રેમ થઈ ગયો. ચાહકો પણ આ નવા મહેમાન સાથેની તસવીરો પર જાેરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.
કાર્તિક આર્યનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધમાકા’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક ન્યૂઝ એન્કરની ભૂમિકામાં જાેવા મળ્યો હતો. આ ફિલ્મને લઈને દર્શકોએ તેમની મિશ્ર રિએક્શન આપ્યા છે. કેટલાકને કાર્તિકનો એક્ટિંગ ગમી છે તો કેટલાંકને તેમનો રોલ ગમ્યો.
કાર્તિક આર્યન સ્ક્રીન પર ઘણા પ્રકારના પાત્રો ભજવતા જાેવા મળ્યા છે. કાર્તિક આર્યનની સૌથી ચર્ચિત ફિલ્મોની વાત કરીએ તો તેમાં પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી, લવ આજ કલ, લુકા છુપી અને પતિ પત્ની ઔર વોનો સમાવેશ થાય છે. જ્યારે, અભિનેતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ છે.SSS