ચોકીદારે ૧૪ લાખ રૂપિયા ભરેલી બેગ માલિકને પરત કરી
અમદાવાદ, સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકોની એવી માન્યતા હોય છે કે કળીયુગમાં ઈમાનદાર માણસો મળવા મુશ્કેલ છે. જાે કે આ માન્યતા ને ખોટી સાબિત કરતો કિસ્સો શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સામે આવ્યો છે. ફ્લેટના ચોકીદારને રૂપિયા ૧૪ લાખ રોકડા ભરેલી બેગ મળી આવી તો તેમણે આ બેગને સાચવી રાખી અને ૪ દિવસ બાદ મૂળ માલિકને સહી સલામત પરત કરી.
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શ્યામ શિખર એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહના સગાનું અવસાન થતાં પરિવાર સાથે ઇન્દોર જવા રવાના થયા હતા. જાે કે સગાના અવસાન ના આઘાત માં તેઓ રૂપિયા ભરેલ બેગ ગાડીમાં મૂકવાનું ભૂલી ગયા હતા. અને ઇન્દોર પહોંચ્યા બાદ બેગ ના મળતા તેમના પર આભ તુટી પડ્યું હતું.
અંતે તેમણે ફ્લેટમાં ચોકીદારને ફોન કરી બેગ અંગે કોઈ જાણ હોવાનુ પૂછ્યું હતું. ત્યારે તેઓ ને રાહતનો શ્વાસ મળ્યો હતો. કારણ કે બેગ ફ્લેટના ચોકીદાર ને મળતા તેમને સલામત રીતે મૂકી હોવાનુ જાણવા મળ્યું હતું. જાે કે ચારેક દિવસ બાદ પરત ફર્યા બાદ નરેન્દ્રસિંહને ચોકીદાર એ બેગ પરત કરી હતી.
આમ સજ્જન માણસ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સજ્જનતા ગુમાવતોના હોવાનુ આ એક ઉત્તમ ઉદાહરણ છે. જે એક સામાન્ય ચોકીદારએ પૂરું પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે ચોકીદારી કરીને બે ટંકની રોજીરોટી કમાનાર વ્યક્તિ સામે લાકો ભરેલી બેગ હોવા છતાં પણે તેનું મન લાલચમાં પીગળ્યું નહીં. આવા ચોકીદારોને લાખ લાખ સલામ તો ચોક્કસ બને.