ચોટીલાની પરિણીતાને ૧૦૮માં રસ્તામાં ડીલેવરી કરાવાઇ
ચોટીલા: ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને ૧૦૮માં રસ્તામાં ડીલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકને ખસેડાયા હતા.
ચોટીલા તાલુકાના છેવાડાના ડોસલીધુના ગામની પરિણીતાને ૧૦૮માં રસ્તામાં ડીલેવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. ડોસલીધુના ગામ ડુંગરાળ અને છેવાડાનું હોઇ પરિણીતા કાજલબેન સંજયભાઇને પ્રસુતાની પીડા ઉપડતા કુવાડવાથી ૧૦૮ના પાયલોટ જયપાલભાઇ પરમાર અને ઇ.એમ.ટી. મેહુલભાઇ ડોસલીધુના ગામે પહોંચી પ્રસુતાને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં લઇ હોસ્પિટલમાં જવા નિકળીયા હતા.
પરંતુ રસ્તામાં જ પરિણીતાને ડીલેવરીની જરૂર જણાતા ઇ.એમ.ટી. મેહુલભાઇ દિહોરાએ ફોન પર હોસ્પિટલના ડોક્ટર સુનિતાબેન દ્વારા માર્ગદર્શન મેળવી ૧૦૮માંજ રસ્તામાં સફળ ડીલેવરી કરાવી હતી. આમ ૧૦૮ના કર્મચારીઓએ પ્રસુતાને રસ્તામાં જ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સફળ ડીલેવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ત્યાર બાદ કુવાડવા હોસ્પિટલમાં પ્રસુતા અને બાળકને ખસેડાયા હતા.