ચોટીલા દર્શને જતી કા૨નું ટાય૨ ફાટતા એક વ્યક્તિનું મોત નીપજયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Tyre.jpg)
રાજકોટ, રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ચોકડી પાસે આજે બે કા૨ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જયારે અન્ય ત્રણ વ્યક્તિઓને નાની- મોટી ઈજા થતા તેઓને સા૨વા૨ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત ટાયર ફાટવાને લીધે થયું હોવાનું જાણવા મળ્યું હતું .
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ચોક નજીક બે કા૨ વચ્ચે અકસ્માત થતા આંબ૨ડી ગામ ના દિનેશભાઈ હંસરાજભાઈ પ૨મા૨ને ગંભી૨ ઈજા થતા ૧૦૮માં સા૨વા૨ માટે હોસ્પિટલમાં લાવતા સા૨વા૨ દ૨મ્યાન જ મોત નીપજયું હતું.
આ ઉપરાંત દાહોદ -ઇન્દોર નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,એક ટ્રક ચાલકે પોતાની ટ્રક ઓવર સ્પીડથી હંકારી હતી સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા તેણે બાઇક સવારને હડફેટમાં લીધા હતા, આ અક્સમાતમાં બે લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું,
આજુબાજુના લોકો અકસ્માત થતા સત્વરે મદદે આવી પહ્ચેયા હતા અને પોલીસને જાણ કરી હતી ,પોલીસ ઘટના સ્થેળે પહોચી હતી પરતું અકસ્માત કરીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.HS