ચોથા તબક્કાના લોકડાઉનમાં એસટી બસ દોડવાની મંજૂરી પણ મુસાફરો વિના ડેપો ખાલી ખમ.
સવારે ઉપડેલી એક બસ માં માત્ર 30 મુસાફરોનું ટેમ્પરેચર તથા માસ્ક પહેરેલ ને મુસાફરી કરાવાઈ : એસ પી માત્રોજા
એસ ટી બસ માં મુસાફરી કરનાર મુસાફરોએ માસ્ક પહેરવું ફરજીયાત : જાહેર માર્ગો ઉપર થી મુસાફરો ને એસટી બસ માંનો એન્ટ્રી
ભરૂચ, કોરોના વાયરસ ની મહામારી ના કારણે હાલ ચોથા તબક્કા નું લોકડાઉન ચાલી રહ્યું છે અને અર્થતંત્ર ની વ્યવસ્થા ને ધ્યાને રાખી સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.જેમાં એસટી બસો પણ શરૂ કરવાની પરવાનગી મળી છે.પરંતુ શાળા-કોલેજો અને કંપનીઓ બંધ હોવાના કારણે એસટી બસો માં મુસાફરો નો અભાવ જોવા મળી રહ્યો છે.જેમાં પ્રથમ દિને જ ડેપો ખાલીખમ જોવા મળ્યો હતો.
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી એ લોકો ના હાલ બેહાલ થયા છે.ત્યારે ત્રણ તબક્કા ના લોકડાઉન પૂર્ણ થયા છે જેમાં 45 દિવસ ના લોકડાઉન માં ગરીબ અને મધ્યમવર્ગ ના પરિવારો ની હાલત કફોડી બની હતી.ત્યારે કોરોના વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે.ત્યારે કોરોના વાયરસ થી ડરી ડરી ને રહેવાના કારણે લોકો માં વધુ ભય ફેલાઈ રહ્યો છે.ત્યારે અર્થ વ્યવસ્થા ને લઈ ચોથા તબક્કા ના લોકડાઉન માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપી વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યા છે.
ત્યારે સરકારી એસટી બસો પણ મુસાફરો ની સલામતી ને ધ્યાને રાખી બસ શરૂ કરવાનો આદેશ આપતા જ ભરૂચ માં પણ એસ ટી ડેપો સવારે શરૂ કરવામાં આવ્યો હતો.પરંતુ પ્રથમ એક બસ ભરૂચ થી વાગરા શરૂ કરવામાં આવી હતી.જેમાં 56 બેઠક ની બસ માં માત્ર 30 જ મુસાફરો ને સોશયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ફરજીયાત અને સૅનેટાઈઝ સહીત ટેમ્પરેચર માપી બસ ને રવાના કરવામાં આવી હતી.
પરંતુ ભરૂચ જીલ્લા માં ચોથા તબક્કા ના લોકડાઉન માં શાળા-કોલેજો અને કંપનીઓ બંધ રહેતા મુસાફરો ની અવરજવર ઓછી હોવાના કારણે એસટી ડેપો મુસાફરો વિના ખાલી ખમ જોવા મળ્યો હતો.ત્યારે લોકડાઉન ના કારણે લોકો ની ઓછી અવરજવર ના કારણે ડેપો ખાલી જોવા મળી રહ્યો છે અને ડેપો માંથી નીકળતી એસટી બસ માત્ર જે તે એસટી ડેપો ના સ્ટેન્ડ ઉપર ઉભી રહેશે અને જાહેર માર્ગ ઉપર થી કોઈપણ મુસાફરો ને બેસાડવામાં નહિ આવે તેવું ભરૂચ નિયામક એસ પી માત્રોજા એ જણાવ્યું હતું.