ચોથા ત્રિમાસિક ગાળામાં ટૂ-વ્હીલર ઉદ્યોગને વેગ આપીને હોન્ડાએ 4.11 લાખ વાહન વેચ્યા
ગુરુગ્રામ, કોવિડના પડકારો નવેસરથી ઊભા થવા છતાં માગમાં વધારાને પૂર્ણ કરીને હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડએ માર્ચ, 2021 પોઝિટિવ (સકારાત્મક) કામગીરી સાથે પૂર્ણ કર્યો હતો.
ગયા વર્ષે માર્ચ મહિનામાં હોન્ડાનું સ્થાનિક બજારોમાં વેચાણ 245,716 યુનિટ થયું હતું, જે ચાલુ વર્ષે માર્ચ, 2021માં વધીને 395,037 યુનિટ થયું હતું. મહિના દરમિયાન 16,000 યુનિટની નિકાસ થવાની સાથે હોન્ડાનું કુલ વેચાણ (સ્થાનિક + નિકાસ) 411,037 યુનિટને આંબી ગયું હતું.
સંપૂર્ણપણે જોઈએ તો નાણાકીય વર્ષ 2020-21 (એપ્રિલ, 2020થી માર્ચ, 2021)માં હોન્ડાનું કુલ વેચાણ 4,073,182 ટૂ-વ્હીલર્સનું થયું હતું. એમાં સ્થાનિક બજારોમાં 3,865,872 યુનિટનું વેચાણ અને 207,310 યુનિટની નિકાસ સામેલ છે.
નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયાનું વેચાણ 31 ટકા વધ્યું હતું, જેણે ટૂ-વ્હીલર્સ ઉદ્યોગમાં સૌથી વધુ પ્રદાન કર્યું હતું – ભારતમાં વેચાણ થયેલા ટૂ-વ્હીલરમાં લગભગ ત્રીજું ટૂ-વ્હીલર હોન્ડાનું હતું.
નાણાકીય વર્ષ 2020-21ની કામગીરી વિશે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યાદવિન્દર સિંહ ગુલેરિયાએ કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2020-21 અભૂતપૂર્વ અનિશ્ચિતતાઓનું વર્ષ હતું. હોન્ડાએ લોકડાઉનથી અનલોક સુધી તમામ પડકારોને સફળતાપૂર્વક ઝીલ્યાં હતાં અને ઘણા નવા સીમાચિહ્નો સર કરવાનું જાળવી રાખ્યું હતું.
હોન્ડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે લોંચ કરેલા બે વ્હિકલ (H’ness CB 350, CB350 RS) માટે ભારત એનું કેન્દ્ર બની ગયું હતું તથા પછી CB500X & CB 650Rને ભારતમાં પ્રસ્તુત કર્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે, નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ટૂ-વ્હીલર ઉદ્યોગની વૃદ્ધિમાં સૌથી વધુ પ્રદાન આપીને હોન્ડા આર્થિક સ્થિતિમાં સુધારામાં મોખરે રહી છે, જેના પગલે હોન્ડા માટે આશાવાદી શરૂઆત થઈ છે.”