ચોથા દિવસે કોરોના કેસમાં વધારો, એક્ટિવ કેસ ૧૫ હજારને પાર
નવીદિલ્હી, ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૨૭ નવા કેસ અને ૩૩ સંક્રમિતોના મોત થયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો ૧૫ હજારને પાર થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૫,૦૭૯ થઈ છે.
જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૨,૧૪૯ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૧૭,૭૨૪ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૮૭, ૪૬,૭૨, ૫૩૬ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૯,૧૩,૨૯૬ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૂ થયું હતું. . દૈનિક પોઝિટિવિટી રેટ ૦. ૫૬ ટકા છે.HS