ચોપડાની ખરીદી માટે વેપારીઓ ઊમટ્યા
અમદાવાદ, હાઇટેક યુગમાં પણ આજે પરંપરાગત હિસાબના ચોપડાની માગ યથાવત્ રહી છે. દિવાળીમાં પરંપરાગત રોશની માટીના દીવડા અને આસોપાલવના તોરણ સહિત લક્ષ્મી પૂજનની પરંપરા જળવાઇ રહી છે.
તેવી જ રીતે અત્યારે મોટા ભાગના હિસાબો કમ્પ્યૂટર, લેપટોપમાં લખતા હોવા છતાં હિસાબી ચોપડાઓની માગ યથાવત છે. દિવાળીના દિવસે શુભ મુહૂર્તમાં વેપારીઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે હિસાબી ચોપડાઓનું પણ પૂજન કરે છે.
આજે સવારથી ગુરુ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે શુબ મુહૂર્તમાં વેપારીઓએ હિસાબી ચોપડાની ખરીદી શરૂ કરતાં બજારમાં મોટા પ્રમાણમાં ભીડ જામી હતી. અમદાવાદના ચોપડા બજારમાં રોજમેળ, ખાતાવહી જેવા હિસાબી ચોપડાનો ફૂલ સ્ટોક ગોઠવાયો છે.
વેપારીઓને કામમાં આવતા રોજમેળ, ઉઘરાણીબુક, ખાતાવહી જેવા હિસાબી ચોપડા દોરીથી બાંધીને બનાવવામાં આવતા હોય છે. કારીગરો દિવાળી પહેલા છ મહિનાથી જ ચોપડા બાંધવાની કામગીરી શરૂ કરી દેા હોય છે. કારીગરોના કહેવા પ્રમાણએ ચોપડાના કાગળને સળ પાડવાની હોય, પૂંઠા બનાવવાના હોવાથી એક ચોપડો બાંધતા એક કલાક લાગે છે.