ચોપર ક્રેશમાં જનરલ બિપિન રાવતનું નિધન, પત્ની મધુલિકા સહિત 13ના નિધન

નવી દિલ્હી, ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.
તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી.
એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ, અત્યારસુધીમાં 13 મૃતદેહ મળ્યા છે. પરિણામે, આ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવતનાં પત્નીનું નિધન થયું હોવાનું જાણવા મળે છે.
દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.
જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. તેમણે 1લી જાન્યુઆરી 2020ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.