ચોમાસાની સીઝન શરૂ થતા જ ઋતુફળ જાંબુનું ભરૂચ જીલ્લામાં આગમન
(વિરલ રાણા દ્વારા) ભરૂચ:ભરૂચ જીલ્લા માં ખેતી ના વ્યવસાય ની સાથે કેટલાક ઋતુગત ફળોના વૃક્ષો નું વાવેતર કરતા હોય છે અને એ ફળો દ્વારા આજીવિકા પ્રાપ્ત કરતા હોય છે.જીલ્લા માં જે વિસ્તારો માં પાણી ના સિંચાઈ ની સંગવડ છે એવા વિસ્તાર માં લોકો બાગાયતી ખેતી તરફ વળ્યાં છે.અત્યારે હાલ ચોમાસા ની ઋતુ ચાલી રહી છે અને ચોમાસા ની ઋતુ નું ફળ જાંબુ ની આવક વધતા તે બજારો માં જોવા મળી રહ્યા છે.
બજાર માં તે ઉપલબ્ધ છે.80 થી 100 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહ્યા છે.જેમાં દેશી જાંબુ 70 થી 80 રૂપિયા કિલો અને પારસ જાંબુ 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જાંબુ ના ફળ ને ડાયાબિટીસ ના રોગીઓ માટે નું ખાસ ફળ કહેવાય છે.જાંબુ ના ફળ માં ઠળિયા,છાલ અને ગર્ભ ડાયાબીટીશ ના દર્દીઓ માટે ફાયદાકારક છે.જાંબુ ના ઠળિયા માંથી જામ્બોલીન નામનું તત્વ મળે છે.
ખેડૂતો પોતાના ખેતર ની આસપાસ આવેલ શેઢા ઉપર આવા જાંબુ ના વૃક્ષો વાવે છે.જો કે ચોમાસા ની ઋતુ નું ફળ ગણાતું જાંબુ ફળ વરસાદ ની પધરામણી થતા તેમાં મીઠાસ વધુ જોવા મળે છે.ભરૂચ જીલ્લા ના જંબુસર તાલુકા ના કાવી પંથક માં અસંખ્ય જાંબુડા ના વૃક્ષો હોવાથી વધુ પ્રમાણ માં જાંબુ ભરૂચ આવે છે અને બજાર માં ઉપલબ્ધ થાય છે,જાંબુ ના બે પ્રકાર જોવા મળે છે જેમાં દેશી જાંબુ અને પારસ જાંબુ છે.કેટલાક શ્રમિકો રોજગારી મેળવવા જાંબુ વેંચતા હોય છે.