ચોમાસામાં ૧૮ દિવસ મુંબઈ માટે જાેખમી, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું
મુંબઇ: પહેલા વરસાદમાં જ મુંબઈ બેહાલ થઈ ગઈ છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાયા અને ટ્રેનો રદ્દ કરવી પડી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈ ટાઈડને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુંસાર વરસાદના ૪ મહિનામાં ૧૮ દિવસ ખતરા ભરેલા છે. આ ૧૮ દિવસોમાં હાઈ ટાઈડ દરમિયાન સમુદ્રમાં લહેરોની ઉંચાઈ લગભગ ૫ મીટર સુધી રહેશે. જાે હાઈ ટાઈડ સમયે વરસાદ થયો તો મુંબઈકરોની સમસ્યા વધી શકે છે.
સામાન્ય કરી તે મુંબઈમાં ચોમાસાની શરુઆત ૧૦ જૂનથી થવાની હતી. આ વખતે વરસાદ એક દિવસ પહેલા આવી ગયો છે.
બુધવારે સવારે શરુ થયેલા વરસાદે મુંબઈની સ્પીડ પર બ્રેક લગાવી દીધી હતી. વરસાદનો આ સિલસિલો ગુરુવારે મુંબઈ તથા આસપાસની સપાટીના શહેરોના કેટલાક વિસ્તારમાં જાેવા મળ્યો. તો કેટલાક વિસ્તારમાં રોકાઈ રોકાઈને વરસાદ શરુ રહ્યો હતો. હવામાન વિભાગે ચોમાસા દરમિયાન સમુદ્રમાં ઉઠનારી લહેરોથી મુંબઈકરોને અત્યારથી ચેતવવામાં આવ્યા છે. લોકડાઉન બાદ ધીરે ધીરે ખીલી રહેલા મુંબઈથી લોકો વરસાદનો લૂફ્ત ફઠાવવા માટે સમુદ્ર કિનારે જાય છે
તેવામાં તે હાઈ ટાઈડની ઝપેટમાં આવી શકે છે કે જેને કારણે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ છે. હવામાનના ૪ મહિનામાં મુંબઈવાસીઓ માટે ૧૮ દિવસ જાેખમ ભર્યા છે. જેમાં ૬ દિવસ તો ફક્ત જૂન મહિનામાં જ છે. જ્યારે ૧૨ દિવસમાંથી જૂલાઈના ૫ દિવસ, ઓગસ્ટમાં ૫ દિવસ અને સપ્ટેમ્બરમાં ૨ દિવસ છે.
હાઈ ટાઈડ દરમિયાન બીએમસી પંપિંગ સ્ટેશનોના ફ્લડ ગેટ બંધ કરી દે છે. આ દરમિયાન વરસાદ જાેરદાર થયો તો મુંબઈના રસ્તા પર જમા થનારા પાણીનો નિકાલ નહીં થઈ શકે. જેનાથી મુંબઈમાં પુર આવી શકે છે.૨૫થી ૨૬ જૂને હાઈ ટાઈડના સમયે સમુદ્રમાં લહેરોની ઉંચાઈ ૪.૮૫ મીટર રહેશે. જ્યારે ૧૬ દિવસમાં સમુદ્રમાં લહેરોની ઉંચાી ૪.૫૫ મીટરથી ૪.૭૭ મીટર રહેશે.
આ વર્ષ સમય પહેલા આવેલા ચોમાસાથી જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ૩ દશકમાં બુધવારે અને ગુરુવારની વચ્ચે જૂન મહિનામાં ૨૪ કલાકનો વરસાદ બીજાે મોટો વરસાદ હતો. આ દરમિયાન વેધર બ્યૂરોએ અહીં ૨૩૧ મિમી વરસાદ નોંધાવ્યો છે. આ પહેલા ૧૯૯૧માં ૧૦ જૂને મુંબઈમાં ૩૯૯ મિમી વરસાદ થયો છે. મુંબઈ તથા તેની આસપાસના વિસ્તારોમાં આગામી ૫ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતાને જાેતા ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે.
આઈએમડીના જણાવ્યાનુસાર આગામી ૫ દિવસ સુધી મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગડ અને કોંકણમાં આગામી દિવસો સુધી વરસાદ થવાની શક્યતા જાેવા મળતા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. સ્થાનિય વિભાગના ઉપનિર્દેશક જયંત સરકારે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આખા મહારાષ્ટ્રમાં આગમન થયુ છે.