ચોમાસા સુત્રમાં સાંસદો હાજરી ડિઝીટલ રીતે નોંધાવશે
નવીદિલ્હી, પહેલીવાર સંસદ સભ્ય લોકસભામાં પોતાની હાજરી ડિઝીટલ રીતે નોંધાવશે આ માટે એટેંડેસ રજિસ્ટર નામથી એક મોબાઇલ એપ્લિકેશન પર હાજરી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે આ પગલુ કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી સંક્રમણથી બચવા માટે ઉઠાવવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મોબાઇલ એપને રાષ્ટ્રીય સમાહિતી વિજ્ઞાન કેન્દ્રને ડિઝાઇન કરી છે તેને કારણે સાંસદોની હાજરી રજિસ્ટરને સ્પર્શ કરવા અને તેમના સંપર્કમાં નહીં આવવાને કારણે તેમને સંક્રમિત થવાનો ઓછો ખતરો થશે આ એપમાં જૈશ બોર્ડ એપ્લિકેશંસ એટેંડેંસ ઇ રિપોર્ટ સાથે લીવ એપ્લિશેશંસ હાફ ડે ફુલ ડે એટેંડેંસ જેવા ફિચર આપવામાં આવ્યો છે.સુત્રોના જણાવ્યા અનુસાર આ એપનો ઉપયોગ સંસદ સચિવાલયના કર્મચારી પણ પોતાની હાજરી દાખલ કરાવવા માટે કરી શકશે.
સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપબ્ટેમ્બરથી શરૂ થયા બાદ કોઇ રજા વિના એક ઓકટોબર સુધી ચાલશે સંસદ બંન્ને ગ-હ રોજના ચાર કલાક જ ચાલશે અને આ દરમિયાન કોરોનાથી વાયરસથી બચાવ માટે નક્કી કરવામાં આવેલ તમામ પ્રોટોકોલનું અનિવાર્ય પાલન કરાવવામાં આવશે સત્રના પહેલા દિવસ નીચલી ગૃહ એટલે કે લોકસભા સવારે નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ચાલશે જયારે ઉપરી ગૃહ રાજયસભા બપોરે ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલશે.HS