ચોમાસું ૧ જૂને કેરળ પહોંચી જશે અને મહારાષ્ટ્રમાં ૮ જૂને દસ્તક આપી શકે છે

નવીદિલ્હી, ભીષણ ગરમી અને કોરોના સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે, ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈ એક ખુશખબરી આપી છે, તેમણે કહ્યું કે ચોમાસું ૧ જૂને કેરળ પહોંચી જશે અને આ મહારાષ્ટ્રમાં ૮ જૂને દસ્તક આપી શકે છે અને ચોમાસા પહેલાની ગતિવિધઓ ૩૦ મેથી શરૂ થઈ શકે છે, જે બાદ કેરળ અને મહારાષ્ટ્રમાં વરસાદનો સિલસલો શરૂ થઈ જશે, જેનાથઈ લકોને ગરમીથી રાહત મળશે.
ભારતીય હવામાન વિભાગ પુણેના વૈજ્ઞાનિક ડા અનુપમ કશ્યપીએ જણાવ્યું કે કેરળ તટ પર મોસમી ગતિવિધિઓ ઘણી અનુકૂળ છે, દક્ષિણ- પશ્ચિમી માનસૂન કેરળમાં ૧ જૂ દસ્તક આપી શકે છે અને ૩૧ મેથી ૪ જૂન દરમિયાન દક્ષણ-પૂર્વ અને પૂર્વી- મધ્ય અરબી સમુદ્ર પાસે નીમ્ન દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી સંભાવના જતાવવામાં આવી રહી છે. જેનાથી ફાલનું ઉત્પાદન સારું થશે અને અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે.
હવામાન વિભાગે આ મોટી વાત કહી અગાઉ હવામાન વિભાગે કહ્યું કે રાજધાની દિલ્હીમાં માનસૂનની સામાન્ય શરૂઆત ૨૩ જૂનથી ૨૭ જૂન વચ્ચે થશે જ્યારે બીજી તરફ મુંબઈ અને કોલકાતામાં મોનસૂન ક્રમશઃ ૧૦ અને ૧૧ જૂન વચ્ચે પહોંચશે પરંતુ હવે જ્યારે માનસૂન કેરળ અને મહારાષ્ટ્રમાં બે દિવસ પહેલા જ પહોંચી રહ્યું છે તો તેનું આગમન દેશના અન્ય રાજ્યોમાં પણ પહેલું થશે, જો કે હવામાન વિભાગે હજી બીજા રાજ્યોમાં કઈ તારીખે ચોમાસું પહોંચશે તે જાહેર કર્યું નથી.