ચોમાસુ કેરળથી આગળ વધ્યું સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
અમદાવાદ, હાલમાં સૌરાષ્ટ્રમાં પ્રિ-મોનસુન એકટીવીટી જોવા મળી રહી છે જે આગાહી દિવસોમાં પણ ચાલુ રહેશે. જયારે ગુજરાતના સુરત, વલસાડ, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળશે તેની તિવ્રતા ઓછી રહેશે. છેલ્લા ૨૪ કલાકમાં દેશના અનેક ભાગોમાં વ્યાપક વરસાદ થયો છે. સાયકલોન નબળુ પડી મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાંથી આગળ વધ્યુ બાદ એમપીના પૂર્વ ભાગમાં પહોંચ્યુ અને હવે હવાનું દબાણ બની એમપીના છતીસગઢ અને ઝારખંડ ઉપર છે
લોપ્રેસરથી કેટલીક જગ્યાઓમાં વરસાદ થયો છે. જેમ-જેમ મુવમેન્ટ વધી છે. તેમ આ ભાગોમાં વરસાદની ગતિ વિધી અકીલા પણ વધી છે. મહારાષ્ટ્રના મુંબઇ, થાણે સહિતના ભાગોમાં છેલ્લા ૨૪ કલાકમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. ઉત્તર મહારાષ્ટ્ર તેમજ એમ.પી.માં પણ વરસાદ થયો હતો. નેઋત્ય ચોમાસુ કેરળમાં થોડુ આગળ વધ્યુ છે.
પશ્ચિમી તટીય વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ હવા વ્યાપકરૂપે સક્રિય થઇ ગઇ છે. જેની અસરથી કોસ્ટલ રીજનમાં એટલે કે કર્ણાટકથી કેરળના દરીયાઇ વિસ્તારોમાં સારો વરસાદ પડશે. ગુજરાત-રાજસ્થાનમાં વાદળોના સમુહ વચ્ચે વરસાદનું આવન-જાવન લોપ્રેસર ઝારખંડ સુધી પહોંચ્યુ છે. જેની અસરથી ૨૪ કલાક વરસાદી માહોલ જોવા મળશે. બિહાર, યુ.પી.માં ટ્રકના લીધે હળવો વરસાદ ચાલુ રહેશે. પુર્વોતર ભારતમાં સામાન્ય પ્રિ-મોન્સુન વરસાદ ચાલુ રહેશે. ત્રિપુરા, મણીપુર, મીઝોરમમાં વધુ વરસાદની શકયતા છે. ઝારખંડ, પં.બંગાળ, છત્રીસગઢમાં વરસાદની સંભાવના નહિવત છે.