ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ખેડા
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં રહેતા હોય અને બહારના જીલ્લામાં વોન્ટેડ હોય તેવા આરોપીઓને સ્થાનિક પોલીસની તેમજ એલ.સી.બી. / એસ.ઓ.જી. / પેરોલ ફર્લોસ્કોડની અલગ અલગ ટીમો બનાવી દિવસે તેમજ રાત્રીના અસરકારક પેટ્રોલીંગ કરી તેઓના રહેણાંક તેમજ મળી આવવાના સ્થળોએ તપાસ કરી મળી આવે કાયદેસર કરવા ખાસ સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે પો.ઇન્સ. એમ.ડી.પટેલ એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પો.સ.ઇ. ડી.બી. કુમાવત , અ.હેડ.કો. વિનોદકુમાર તથા ધર્મપાલસિંહ , ઋતુરાજસિહ, દેવેન્દ્રસિંહ અમરાભાઇ,. કેતનકુમાર,. રાહુલકુમાર, ગીરીશકુમાર , યુ.એલ.આર.પો.કો. સીમાબહેન વિગેરે નાઓ માતર પો.સ્ટે . વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં ફરતા હતા .
દરમ્યાન અ.હેડ.કો.ઋતુરાજસિંહ તથા અ.હેડ કો . ધર્મપાલસિંહનાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે લીંબાસી પો.સ્ટે.ના ફ.ગુ.ર.નં .૮ / ૨૦૧૯ ઇ.પી.કો. કલમ -૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી આરોપી કનુભાઇ આત્મારામ ચુનારા ઉવ- ૩૫ તથા તેની પત્ની રેખાબહેન કનુભાઇ ચુનારા ઉવ- ૩૨ બન્ને રહે , મેઘલપુર , પ્રાથમિક શાળા પાછળ તા : સોજીત્રા જી : આણંદનાઓને માતર મુકામેથી તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ ના ક .૧૬ / ૧૫ વાગે સી.આર.પી.સી કલમ ૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ પકડી અટક કરી માતર પો.સ્ટે . ઘટીત કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે .