ચોરીના ગુનામાં સંડોવાયેલો રીઢો ગુનેગાર પકડાયો
(સારથી એમ.સાગર) અમદાવાદ, શહેરની ઝોન-૧ આઈસીબી પોલીસે બાતમીને આધારે એક ચેઈન સ્નેચરને ઝડપી લીધો હતો પુછપરછમાં આ શખ્સ ચેઈન સ્નેચીંગ ઉપરાંત વાહનચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે ઉપરાંત સાત ગુનાની તેણે કબુલાત કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે ઝોન-૧ની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે મિલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એક ઈસમ અંગે માહીતી મળતાં પોલીસે તેને ઝડપી લીધો હતો પ્રાથમિક તપાસમાં તેનું નામ ચિરાગ અલી મોહમદ હનીફ શેખ (આમેના રેસીડેન્સી, ખાનપુર) હોવાનું બહાર આવ્યું હતું તેની પાસેથી પ મોબાઈલ ફોન એક વાહન તથા રોકડ સહીત એક લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.
ચિરાગઅલીની સઘન પુછપરછમાં તેણે નારણપુરા, કાગડાપીઠ તથા અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના સાત ગુનાની કબુલાત કરી હતી. પકડાયેલો ચિરાગઅલી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને અગાઉ ૧૭ ગુનામાં સંડોવાયેલો છે જેમાંથી દસ એલીસબ્રિજ વિસ્તારમાં જ આચર્યા હતા.