ચોરીના ટેમ્પામાં આઈસક્રીમ પાર્લર બનાવતા બે ઝડપાયા
(એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં રાત્રે દરેક ચારરસ્તા પર જે રીતના ટેમ્પામાં ચાલતા આઈસ્ક્રીમ પાર્લર જાેવા મળે છે એવો સોલાપુરમાં આઈસ્ક્રીમ પાર્લર બનાવવા માટે માત્ર છોટાહાથી (મીની ટ્રક-આઈશર) ની જ ચોરી કરતા બે વાહનચોરને ડીસીપી ઝોન-વનની ટીમે ઝડપી લીધા હતા.
રાજસ્થાન ભીલવાડામાં ઉદય અને ભેરૂલાલે અમદાવાદમાંથી ત્રણ સહિત કુલ ચાર છોટા હાથીની ચીરી કરીહ તી. પોલીસે તમામ ચોરીના વાહનો કબજે લીધા હતા.
બનાવ સંદર્ભે જાણવા મળતી માહિતી અનુસાર અમદાવાદ ડીસીપી ઝોન -૧ ડો.રવિન્દ્ર પટેલની ટીમ દ્વારા શહેરમાં કડક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે.ત્યારે જ તેમની ટીમના પોલીસ સબઇન્સ્પેક્ટર ખટાણાને બાતમી મળી હતી કે રાજસ્થાનના ભીલવાડાના ઉદય જાટ તથા ભેરૂલાલ જાટ અમદાવાદથી છોટા હાથીની ચોરી કરી રહ્યા છે.
પોલીસે તરત જ બંન્નેને ઝડપી લીધા હતા. ઉદય તથા ભેરૂલાલ જાટની પૂછપરછ કરતા તેમણે અમદવાદના વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી તેમજ સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી ત્રણ છોટા હાથી તથા એક છોટા હાથીની તેલંગણામાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
વધુ પૂછપરછમાં તેમણે જણાવ્યુ હતુ કે સોલાપુરમાં તેઓ ચોરેલા છોટા હાથી પર આઈસ્ક્રીમ પાર્લર બનાવી દેતા હતા અને ત્યાં આઈસ્ક્રીમ ફેરી કરવા માટે તે વાહન આપી દેતા હતા. તેમાંથી સારી આવક થતી હતી. પોલીસે બંન્નેને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના ચાર છોટા હાથી તેમજ અન્ય વસ્તુઓ કબજે કરી હતી.
અમદાવાદમાંથી ખાસ કરીને જીપ અને છોટા હાથીની ચોરી કરી આવા તત્ત્વો અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે. અમદાવાદમાંથી ચોરાતી જીપનો ઉપયોગ અન્ય રાજયમાં દારૂની ખેપ મારવા માટે થતો હોય છે.