ચોરીની ૨૦ સાઈકલ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા
અમદાવાદ: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બોપલ વિસ્તારમાં મોંઘી સાઈકલ ચોરીની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિ સાઈકલ વેંચવા માટે ફરી રહ્યો છે અને જે માહિતીના આધારે પોલીસે તે વ્યક્તિ ને બોપલ પોલીસે પોલીસ સ્ટેશન લાવી તપાસ કરી તો સાઈકલ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. ચોરીની સાઈકલ હોવાનું સામે આવતું તપાસ તેજ કરવામાં આવી અને તપાસ દરમિયાન અન્ય ખુલાસાઓ સામે આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બોપલ પોલીસ સ્ટેશનના જગદીશ ભાઈને માહિતી મળી હતી કે એક આરોપી સાઈકલ વેંચવા ફરી રહયો છે અને જે માહિતીના આધારે પોલીસે તેની તપાસ કરી તો અન્ય ૨૦ સાઈકલ ચોરીની મળી આવી હતી. મળતી માહિતી પ્રમાણે આરોપીઓ બોપલની સાથો સાથ અમદાવાદમાં પણ સાઈકલ ચોરી કરતા હતા અને વેંચી દેતા હતા. પોલીસનું કેહવું છે કે આરોપીઓ તક જોઈ જે લોકો ફરવા નીકળે છે અથવા શાકભાજી લેવા નીકળે છે તેવા લોકોની સાઈકલ ચોરી કરી લેતા હતા.
પોલીસે ૨ આરોપીઓને ધરપકડ કરી છે અને જેમાં અનિલ ઠાકોર અને મહેશ રાવળ બને ભેગા થઈ ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આરોપીઓ પાસે થી હાલ ૬૨ હજારની અલગ અલગ સાઈકલ કબ્જે કરી છે અને આ લોકો અન્ય કેટલી સાઈકલ ચોરી કરી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.