ચોરીનો ભેદ ઉકેલવા ભૂવા પાસે ગયેલા યુવક માંદો પડ્યો

યુવક સબંધીને ત્યાં ચોરી કરનારા ચોરની માહિતી મેળવવા ભૂવા પાસે જતાં સિંગદાણાં ખવડાવતા તબિયત લથડી
અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકના મોટા બાપાના વાહનમાંથી અઢી લાખથી વધુની રકમ ચોરી થતા તેઓએ ફરિયાદ નોંધાવી. જેમાં ત્રણેક લોકોને શકદાર તરીકે બતાવતા પોલીસે તપાસ કરી. પણ બાદમાં યુવકના પરિચિત લોકોએ એક ભુવો અંગે જણાવ્યું કે, કે તે ૨૪ કલાકમાં ચોરી બાબતે કોણ જાણે છે, ક્યાં પૈસા હશે તેવું કહી બતાવે છે. જેથી યુવક ત્યાં ગયો અને શકદાર લોકોને ભુવાએ જાેઈને સીંગદાણા આપ્યા હતા. જે ખાતા એક યુવકની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં યુવકે કેફી પદાર્થ ખાધો હોવાથી ઝાડા ઉલટી થઈ હોવાનું કહેતા યુવકે ભુવા સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના પરથી લોકોએ આવા ઢોંગી ધૂતારા પાસે ન જવું જાેઈએ તેવું પોલીસ કહી રહી છે. અમરાઈવાડીમાં રહેતા સંજયભાઈ રાજપૂત રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના મોટાબાપાના દીકરા જયસિંગના વાહનની ડેકીમાંથી ૨.૬૫ લાખની ચોરી થઈ હતી અને તે બાબતે અમરાઈવાડીમાં ફરિયાદ નોંધાવી હતી. તે વખતે શકદાર તરીકે સુરેન્દ્રસિંહ ચૌહાણનું નામ લખાવ્યું હતું અને આ સુરેન્દ્રસિંહને પોલીસે પૂછપરછ કરતાં આ સુરેન્દ્રસિંહ એ પોલીસને જણાવ્યું હતું કે, ચોરીમાં ગયેલા પૈસાની જાણ તેને તથા સંતોષ તથા ગબ્બર તથા દિલીપ અને પ્રદીપને હતી. ત્યારે ૩૧ મેના રોજ સાંજે સંજયભાઈ રિક્ષા લઈને અમરાઈવાડી પાસે આવ્યા હતા
તે વખતે તેમના મોટા બાપાના દીકરા જયસિંગ તથા તેના મિત્ર પ્રદીપ પાંડે તથા મિત્ર ચિરાગ તથા ગબ્બર નામના લોકો હાજર હતા. તે વખતે પ્રદીપે સંજયભાઈ ને જણાવ્યું હતું કે, તેના મિત્ર ટકા ભાઈએ તેને જણાવ્યું છે કે, તેના મિત્રને ચોરી થઈ હતી જેને ગોમતીપુર ખાતે એક ભૂવાજીને બતાવતા ભૂવાજીએ ૨૪ કલાકમાં ચોરીમાં ગયેલી વસ્તુ મળી ગઈ હતી. જેથી આ લોકો રિક્ષામાં બેસી ગોમતીપુર સામે આવેલા મેલડી માતાના મંદિર ખાતે આવતા વિજય નાડિયા નામના ભુવાજી પાસે ગયા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, તમારા પૈસા ચોરી થયા હતા.
ત્યારે કોણ-કોણ હાજર હતું તે તમામને અહીં લઈને આવો. જેથી બાદમાં જે તમામ લોકોને ચોરીમાં ગયેલા પૈસાની જાણ હતી તે તમામ લોકોને ત્યાં બોલાવ્યા હતા. ત્યારે ભૂવાજીએ જણાવ્યું હતું કે, તમારામાંથી કોઈએ ચોરી કરી છે, તમારા પૈસા ૨૪ કલાકમાં મળી જશે અને તમારું કામ થઈ જાય તો ૫૧,૦૦૦ મંદિરમાં આપી દેજાે. જેથી સંજય ભાઈએ જણાવ્યું હતું કે, તેઓને સંતોષ તથા એક વ્યક્તિ અને ગબ્બર ઉપર શંકા છે.