ચોરી કરવા આવેલા શખ્સને પડકારતાં બે ભાઈઓ ઉપર છરી વડે હુમલો
ગણતરીના દિવસોમાં જ બીજા બનાવ |
દરીયાપુરની ઘટના પાડોશીઓએ ચોરને ઝડપી લીધોઃ બંને ભાઈઓ સિવિલમાં દાખલ |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં ચોરી કરવા આવેલા શખ્સે ત્રણ વૃધ્ધો ઉપર ચાકુ વડે હુમલો કરતા ત્રણેય ઘાયલ થયા હતા જેમાં એક વૃધ્ધ ખૂબ જ ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ છે આ ઘટના હજુ તાજી જ છે ત્યાં દરીયાપુરમાં પણ આવી જ એક ફરીયાદ નોંધવામાં આવી છે. રાત્રે આંખ ખુલતા ટોર્ચના અજવાળે ઘરમાં ઘુસેલા શખ્સને પડકારતા તેણે બે વ્યક્તિઅો ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો.
રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન પુરૂ પાડતાં ગુણવંતભાઈ પરમાર પોતાના પરિવાર સાથે ડો. આંબેડકર સ્ટ્રીટ ફુટી મસ્જીદ નજીક દરીયાપુર ખાતે રહે છે બે દિવસ અગાઉ ઘર – પરીવારના સભ્ય જમી પરવારીને ઘરની બહાર સુતા હતા આશરે બાર વાગ્યાના સુમારે ગુણવંતભાઈની આંખ ખુલતાં તેમણે કોઈ અજાણ્યા શખ્સને ટોર્ચના અજવાળે ઘર ફંફોસતા જાયો હતો
જેથી તે તુરંત શખ્સ તરફ ધસી ગયા હતા જાકે ઘર માલિકને જાઈને ડરી જવાને બદલે આ ચોરે તેમની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી દરમિયાન બુમાબુમ થતાં ગુણવંતભાઈના નાનાભાઈ સુબોધભાઈ પણ આવી પહોંચતા ચોરે ખિસ્સામાં રહેલું ચપ્પુ કાઢીને બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો તથા ગુણવંતભાઈને છાતીમાં ચપ્પુના ઘા મારી દીધા હતા અને સુબોધભાઈને પણ આડેધડ ઘા ઝીંકતા બંને ભાઈઓ લોહી લુહાણ બન્યા હતા
તેમ છતાં બંનેએ ચોરને પડકાર્યો હતો. મધરાતે બુમાબુમ થતાં આસપાસના પડોશીઓ પણ જાગી ગયાહતા છરી વડે હુમલો કરી ભાગવા જતાં ચોરને ઝડપી લીધો હતો અને તુરંત પોલીસને હવાલે કર્યો હતો પ્રાથમિક પુછપરછમાં ચોર દિપક નાથાભાઈ પરમાર અને તે મહેંદીકુવા શાહપુર ખાતે રહેતો હોવાનું ખુલ્યું છે.
બીજી તરફ ઘાયલ થયેલા બંને ભાઈઓને સિવિલ બે દિવસના અંતરમં જ ચોર દ્વારા મકાન માલિકો ઉપર હુમલો કરવાની બે ઘટનાઓ બનતા શહેર પોલીસ પણ ચોંકી ઉઠી છે જયારે શહેરના નાગરીકો ગભરાઈ ગયા છે અને આ ઘટનાઓ અંગે પોલીસ તંત્ર કડક પગલાં લે તેવું ઈચ્છી રહયા છે. ઉલ્લેખનીય છે કે નારણપુરામાં વૃધ્ધો ઉપર હુમલો કરી ભાગેલો શખ્સ હજુ સુધી પોલીસની પક ડ બહાર છે.