ચોરી કરીને ચોર બે બંગલા, મોંઘી કારનો માલિક બન્યો
આણંદ: ગયા અઠવાડિયે ખેડાના નડિયાદ શહેરમાં લૂંટના કેસના આરોપી નવઘન તળપદાની આણંદ પોલીસે ધરપકડ કરી છે. તેની ધરપકડ બાદ કેટલાક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે મુજબ નવઘન ફ્લાઈટથી બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં જતો હતો અને થોડા દિવસ હોટેલમાં રોકાતો હતો. આ દરમિયાન તે ત્યાંના બંગ્લોને ટાર્ગેટ કરતાં પહેલા તેની રેકિ કરતો હતો.
ખેડા પોલીસને સોંપાયેલા આ ચોર પાસે આણંદના ઉમરેઠ તાલુકાના ઓડે ગામમાં અને ખેડાના નડિયાદમાં પોતાની માલિકીના બે ભવ્ય બંગ્લોઝ છે. ફાર્મહાઉસના કદના કહેતા આ બંગ્લોઝ ડિજિટલી સોફિસ્ટિકેટેડ-૩૬૦ ડિગ્રીના રિવોલ્વિંગ સીસીટીવી કેમેરા નાઈટ વિઝન અને મોશન સેન્સરથી સજ્જ છે.સામાન્ય રીતે તે આસપાસ સૂટ પહેરીને ફરે છે,
કારમાં ટ્રાવેલ કરે છે અને પોતાની માલિકીના દરેક સુવિધાઓથી સજ્જ બે ભવ્ય બંગ્લોઝ છે. તેને જાેઈને તમને ખબર પણ ન પડે કે આ ચોર છે, તેમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. પરંતુ આ હિસ્ટ્રીશીટર, જેની સામે લગભગ ૨૨ ગુના નોંધાયા છે,
તેની ચેન્નઈમાં ચોરીના આરોપમાં તમિલનાડુ પોલીસ અત્યારસુધીમાં ઘણીવાર ધરપકડ કરી ચૂકી છે. તે ફ્લાઈટથી અવારનવાર અમદાવાદ, વડોદરા અને મુંબઈ એરપોર્ટથી હૈદરાબાદ તેમજ ચેન્નઈ જતો હતો. તેના સ્થાનિક સ્ત્રોત પહેલાથી જ તેના માટે રેકિ કરીને રાખતા હતા. પરંતુ તે થોડા દિવસ હોટેલમાં રહેતો હતો અને પોતાની જાતે રેકિ કરતો હતો.
ચોરી કર્યા બાદ બીજા દિવસે તે ગુજરાત આવી જતો હતો, તેમ અધિકારીએ જણાવ્યું હતું. અમે અગાઉ આવી મોડસ ઓપરેન્ડી ધરાવતા ચોર ઝડપ્યા છે. તેથી, અમે નજીકના વિસ્તારોમાં આવા ચોરની માહિતી ભેગી કરવાનું શરુ કર્યું હતું. જેમાં ખેડામાં થયેલી ચોરીનો કેસ સામે આવ્યો, તેમ આણંદ જિલ્લાના પોલીસ સુપ્રીટેન્ડેન્ટ રાજ્યાણે કહ્યું હતું.
ગયા અઠવાડિયે, આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નડિયાદમાં સી એમ સ્મિથ એન્ડ સન્સ લિમિટેડના માલિકના બંગ્લોમાં લૂંટના મામલે નવઘણની સાથે અન્ય બે લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ૪૫.૯૫ લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા મળી આવ્યા હતા. ધરપકડ બાદ નવઘને હૈદરાબાદમાં બે અને ચૈન્નઈમાં એક એમ ત્રણ ચોરીની કબૂલાત કરી હતી.