Western Times News

Gujarati News

ચોરી કરેલ સાત બાઇક સાથે એક ઇસમને આણંદ LCB પકડયો

પોલીસ અધિક્ષકશ્રી અજીત રાજીયાણ સાહેબ, આણંદનાઓએ આણંદ જિલ્લામાં વાહન ચોરીના બનતા ગુના અટકાવવા તથા બનેલા ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ જે અનુસંધાને ઇ.પો.ઇન્સ પી.એ.જાદવ, એલ.સી.બી. આણંદ નાઓએ સ્ટાફના પો. માણસ નંબર પ્લેટ વગરના, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનનો ઉપયોગ કરી ગુનો કરતા હોય

જેથી આવા પ્રકારના વાહનોનું અસરકારક ચેકીંગ કરવા સુચના આપેલ. જે દરમ્યાન હે.કો. રફિકભાઈ ગનીભાઇ તથા અ.પો.કો. મોહીનુદ્દીન સરફુદીન નાઓને બાતમી મળેલ કે અગાઉ મોટર સાયકલ ચોરીમાં પકડાયેલ જયેશ ઉર્ફે ડોન ઉર્ફે કાળિયો છત્રસિંહ પરમાર રહે-દહેવાણ તા.બોરસદ નાએ ચોરી કરેલ મો.સા. સાથે આણંદ શહેરમાં આવનાર હોવાની ચોક્કસ માહિતી હોય

જેથી એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે આણંદ બોરસદ ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા દરમ્યાન બાતમી મુજબના વર્ણન વાળુ મો.સા. તથા માણસ આવતા તેને રોકી લીધેલ અને નામઠામ પૂછતા જયેશ ઉર્ફે ડોન ઉર્ફે કાલિયો છત્રસિંહ પરમાર રહે-દહેવાણ તા.બોરસદનો જી.આણંદનો હોવાનું જણાવેલ અને તેની પાસેના હીરો સ્પ્લેન્ડર મો.સા. બાબતે પછતા સંતોષકારક જવાબ ન આપતા પોકેટકોપ મોબાઇલ દ્વારા વિગત ચેક કરતા ચોરી અગર છળકપટ થી મેળવેલું જણાઈ આવતા કાયદેસરની કાર્યવવાહી કરી સઘન પુછપરછ કરતા નીચે મુજબની જગ્યાઓએથી કુલ-૦૭ વાહન ચોરીઓ કરેલાની કબુલતા કરતા કુલ્લે રૂ.૧,૧૧,૦૦૦/- નો મુદામાલ કબ્બે કરી

આરોપીને વધુ તપાસ અર્થે આણંદ ટાઉન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે. વાહન ચોરી કરેલી જગ્યા (૧) વીસેક દિવસ ઉપર આણંદ શહેર પોસ્ટ ઓફીસ સામે આવેલ કોમ્પલેક્ષના પાર્કીંગ માંથી હીરો સ્પલેન્ડર મો.સા.ની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે. (ર) બે માસ ઉપર પાદર ઇલેજીયમ કંપની ગેટ બહારથી હીરો સ્પલેન્ડર પ્રો મો.સા.ચોરી કરેલાની કબુલાત કરેલ છે.

(૩) સાડા ત્રણેક માસ ઉપર નંદેસરી જી.આઇ.ડી.સી. આગળથી હોન્ડા સીડી ડીલક્ષ તથા હીરો સ્પલેન્ડર પ્લસ કુલ-ર મો.સા.ની ચોરી કર્યાની કબૂલાત કરેલ છે. (૪) અઠવાડીયા પહેલા નંદેસરી સ્વાતી કલોરાઇડ કંપનીના ગેટ પાસેથી હીરો પ્રો. મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. (૫) વીસેક દિવસ પહેલા નંદેસરી સોડીયમ કંપની પાસેથી હીરો સ્પલેન્ડર પ્લસ મો.સા.ની ચોરી કરેલાની કબુલાત કરેલ છે. (5) નવેક માસ ઉપર વડોદરા સયાજીગંજ આસોપાલવ એપાર્ટમેન્ટ પાસેથી હીરો હોન્ડા પેશન પ્લસ મો.સા. ચોરી કરેલાની કબુલાત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.