ચોર ચાવી લઈને આવ્યો અને ગાડી લઈને જતો રહ્યો
રાજકોટ, રાજકોટમાં ફરી લક્ઝુરિયસ કાર ચોરતી ગેંગનો સળવળાટ શરૂ થયો છે. રાજકોટના એક જાણીતા બિલ્ડરની મોંઘીદાટ ફોરચ્યુનર કારની પળભરમાં ચોરી થઈ ગઈ હતી. ગાડીમાં પાર્ક કરેલી કાર એટલી સરળતાથી ચોરાઈ કે, ચોર આરામથી ચાવી લઈને આવ્યો હતો અને ગાડી લઈને જતો રહ્યો હતો.
બિલ્ડીંગના સીસીટીવીમાં તમામ ઘટના કેદ થઈ છે. રાજકોટના પોશ એરિયામાં આવેલી હાઈપ્રોફાઈલ બિલ્ડિંગમાંથી લક્ઝુરિયસ કારની ચોરી થઈ છે. પોશ વિસ્તાર ગણાતા પંચવટ્ટી નજીકના નક્ષત્ર બિલ્ડીંગમાંથી બિલ્ડર વસંત રામાણીની ફોર્ચ્યુનર કારની ઉઠાંતરી કરવામાં આવી છે.
જાેકે, સિક્યુરિટીની ઓફિસમાંથી ચાવી લઇ બિલ્ડરની કાર ચોરાયાની શંકા ઉઠી છે. ત્યારે હાઈપ્રોફાઈલ બિલ્ડીંગમાંથી ફોર્ચ્યુનર કાર ચોરાઈ જવાની ઘટનાની ભારે ચર્ચા ઉઠી છે. બિલ્ડર વસંત રામાણીએ કાર ચોરાયાની માલવિયા પોલીસને જાણ કરી હતી. કાર નક્ષત્ર બિલ્ડીંગમાંથી સફાઈપૂર્વક લઈ જવાઈ હતી.
જેના ફૂટેજ પણ વસંત રામાણીએ પોલીસને આપ્યા છે. જાેકે, એ જાણવામાં પોલીસ પણો ગોથુ ખાઈ ગઈ કે, આખરે ચોર પાસે ચાવી ક્યાંથી આવી. તે આટલી સરળતાથી કેવી રીતે ચાવી લગાવીને કાર લઈને નીકળી ગયો.
ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો કારની ચોરી કરવાની ટેવ ધરાવતી ગેંગની રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે, ૮ શખ્સોની ગેંગે ભારતના અલગ અલગ રાજ્યોમાં સ્કોર્પિયો કારની ચોરી કરી હતી. તેઓએ વડોદરા, રાજકોટ, કચ્છ, પેટલાદ, સુરેન્દ્રનગર, હરિયાણા અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી ૧૮ જેટલી સ્કોર્પિયો કાર ચોરી કરવાની કબૂલાત કરી હતી. જેમાંથી ગુજરાતની ૮ સ્કોર્પિયો કાર રાજસ્થાન પોલીસના સકંજામાં હતી.SSS