ચોવીસ કલાકમાં ૩૭૯૭૫ કોરોનાના નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં મોટો ઘટાડો જાેવા મળ્યો છે ગત ચોવીસ કલાકમાં ૩૭,૯૭૫ નવા મામલા સામે આવ્યા છે જયારે સોમવારે સંક્રમણના ૪૪,૦૫૯ નવા મામલા સામે આવ્યા હતાં દેશમાં સંક્રમણમુકત થનારાઓની સંખ્યા વધી ૮૬ લાખને પાર પહોંચી ગઇ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોનાના વાયરસના ૩૭,૯૭૫ નવા મામલા સામે આવ્યા છે આ દરમિયાન કોવિડ ૧૯ના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૪૮૦ રહી ગઇ છે.જયારે દેશમાં કોરોના વાયરસના કુલ સંક્રમિતોની સંખ્યા વધી ૯૧,૭૭,૮૪૧ થઇ ગઇ છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં સંક્રમણમુકત થવાનારા દર્દીઓની સંખ્યા વધીને ૮૬,૦૪,૯૫૫ થઇ ગઇ છે.૨૪ કલાકમાં ૪૨,૩૧૪ દર્દીઓએ વાયરસને માત આપી છે અને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. જયારે દેશમાં સક્રિય મામલાની સંખ્યા પાંચ લાખની નીચે બનેલ છે. આંકડા અનુસાર વર્તમાનમાં કોરોના વાયરસના સક્રિય મામલાની સંખ્યા ૪,૩૮,૬૬૭ છે જયારે આ ખતરનાક વાયરસને કારણે અત્યાર સુધી દેશમાં ૧,૩૪,૨૧૮ દર્દીઓના જીવ ગયા છે.HS