ચૌધરી આદિવાસી સમાજે જૂના રિવાજાે દૂર કર્યા
લગ્નોમાં થતા ખોટા ખર્ચા હવે નહિ કરાય.
દરેક સમાજ આ રીતે નિયમો બનાવે તો લગ્નમાં થતા ખોટા ધુમાડા ટાળી શકાય છે, લોકોની બચત પણ વધી શકે છે.
સુરત,હિન્દુ સંસ્કૃતિ બચાવવા માટે દરેક સમાજ મેદાને આવ્યો છે. પહેલા પાટીદાર સમાજ અને હવે દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજે પાશ્ચાત્ય રિવાજાે સામે વિરોધ દર્શાવ્યો છે. દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજાે નાબુદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ નવા ૩૩ જેટલા સામાજિક સુધારાઓ સમાજમા લાગુ કર્યા છે.
જાેકે, સમાજમાં કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ, ચૌધરી આદિવાસી સમાજે કેટલાક એવા રિવાજાે દૂર કર્યા છે જેમાં બિનજરૂરી ખર્ચા થતા હતા. સમાજના લોકો માટે આ ખર્ચા તોતિંગ હતા. તેથી જ આ ખર્ચાઓ પર કાપ મૂકાય તે માટે સમાજના આગેવાનો દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ બેઠક યોજાઈ હતી, જેના બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
આ ર્નિણયો થકી સામાજિક ખર્ચ ઘટાડી શકાશે અને લોકોની જીવનશૈલી ઉંચી આવશે. આ વિશે મહુવા તાલુકા ચૌધરી સમાજના માજી સરપંચ નરેન ચૌધરીએ જણાવ્યુ કે, આ દૂષણો આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને દૂર કરવામાં આવ્યા છે. ગામના દરેક ગામમાં નિયમોની પત્રિકા વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દરેક સમાજ જાે આ રીતે નિયમો બનાવે તો લગ્નમાં થતા ખોટા ધુમાડા ટાળી શકાય છે. લોકોની બચત પણ વધી શકે છે.sss