Western Times News

Gujarati News

છકડો રીક્ષા પલટી ખાઈ જતા મજુરી કામે જવા નિકળેલી 15 મહિલાઓ ઘાયલ

પ્રતિકાત્મક

સાવરકુડલા, સાવરકુંડલાના કેવડાપરા વિસ્તારમાં રહેતી લલીતાબેન ધનજી સાવલીયા મધુબેન સાદુલ, મકવાણા, નયનાબેન, ભોળા, ઝીઝુવાડીયા લાભુબેન નાનજી દેથલીયા, વિલાસબેકન રમેશ દેગામા, મનીષાબેન અજય મોલાડીયા કૈલાશબેન ભગવાન દેગામા, કૈલાશબેન મહેશ મકવાણા આશાબેન રાજુ ઝીઝુવાડીયા રાધીકાબકેન રાહુલ સાથવા

ભાનુબેન મુકેશ વાઘેલા દયાબેન સાદુલ મકવાણા શીતલબેન ભગવાન દેગામા, કોકીલાબેન છકડોોરીક્ષામાં બેસી ખડકાળા ગામે મજુરી કામે જવા નીકળી હતી. છકડો રીક્ષામાં બેસી ખડકાયા ગામે મજુરી કામે જવા નીકળી હતી. દરમ્યાન નાના ભામોદરા ગામ પાસે ચાલકે સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી

અને ચાલક ફરાર થઈ ગયો હતો. ઘવાયેલી ૧પ મહીલાઓને ૧૦૮ મારફત હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી શોધખોળ શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.