Western Times News

Gujarati News

છઠ્ઠ પૂજા સ્પેશ્યલ ‘સુવિધા’ ટ્રેનની એક જ ટ્રીપમાં રેલ્વેને વધારાની ૧૮ લાખની કમાણી

સ્લિપર કોચમાં રૂ. ૮૮૬ને  બદલે રૂ.૧૭૭ર, થર્ડ એ.સી.માં રૂ.ર૧૭૩ને બદલે રૂ.૪૬૧૦ ભાડુ વસુલાયું

(એજન્સી) અમદાવાદ, રેલ્વે તંત્રે ગઈકાલે છઠ્ઠ પૂજા માટે લોકો ગયા તીર્થ જઈ શકે તે માટે અમદાવાદથી ગયા સુધીની ખાસ ટ્રેનમાં એક જ ફેરામાં રેલ્વે તંત્રે રૂ.૧૮ લાખથી વધુની કમાણી કરી હતી. જનરલ કોચમાં સૌથી વધારે રૂપિયા એટલે કે ડબલ કરાતા વધારે ભાડુ વસુલવામાં આવતા મુસાફરોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

અમદાવાદમાં રહેતા બિહારના નાગરીકો છઠ્ઠ પૂજા માટે જઈ શકે તે માટે અમદાવાદથી ગયા ટ્રેન દોડાવવામાં આવી હતી. ગઈકાલે રવાના થયેલી આ ટ્રેનના ભાડા મામલે વિવાદ ઉભો થયો છે. સામાન્ય સ્થિતિમાં આ ટ્રેનમાં સ્લિપર કોચનું ભાડું રૂ.૮૮૬ છે. અન્ય ટ્રેનોની સરખામણીમાં વધારે છે. આ ટ્રેનમાં રૂ.૮૮૬ની સામે રૂ.૧૭૭ર વસુલવામાં આવ્યા હતા. આમ, ૧૦૦ ટકા કરતાં પણ વધારે રકમ વસુલવામાં આવી હતી. જેની સામે સેકન્ડ એ.સી.માં રૂ.૩૧ર૧ની સામે માત્ર પ૦ ટકા વધુ એટલે કે રૂ.૧પ૬૧ વધારે વસુલવામાં આવ્યા હતા. થર્ડ એ.સી.માં રૂ.ર૧૭૩ની સામે ૧૦૦ ટકા વધારે એટલે કે ૪૬૧૦ વસુલવામાં આવ્યા હતા.

સેકન્ડ એ.સીમાં જનારા મુસાફરો રૂપિયા ખર્ચી શકે એવા હોવા છતાં તેમની પાસેથી માત્ર પ૦ ટકા વધુ રકમ વસુલવામાં આવી હતી. જ્યારે સ્લિપર કોચમાં સામાન્ય વ્યક્તિઓ જતાં હોવા છતાં ડબલ કરતાં પણ વધુ રકમ લેવામાં આવતા કેટલાંક મુસાફરોએ આ મુદ્દે રેલ્વે યુઝર્સ કમિટી સમક્ષ ફરીયાદ કરી છે. આ એક જ વધારાની ટ્રેનમાં મુસાફરો પાસેથી લેવાયેલા એકસ્ટ્રા ચાર્જના નામે મુળ ભાડા કરતા રૂ.૧૮ લાખ વધારાની આવક રેલ્વે તંત્રે કરી લીધી હોવાની ચર્ચા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.