છઠ પુજા બાદ ચિરાગ પાસવાન બિહારમાં ધન્યવાદ યાત્રા કાઢશે
પટણા, લોજપાના અધ્યક્ષ ચિરાગ પાસવાન છઠ પુજા બાદ ઘન્યવાદ યાત્રા પર નિકળશે.યાત્રા દરમિયાન તે રાજયના તમામ જીલ્લામાં જશે તેમણે કહ્યું કે વિધાનસભા ચુંટણીમાં રાજયના લોકોનો પુરો પ્રેમ,સ્નેહ અને આશીર્વાદ લોજપાના ઉમેદવારોને આપ્યો છે બિહાર ફર્સ્ટ અને બિહારી ફર્સ્ટ સંકલ્પનું તમામે સમર્થન કર્યુંછે તેને લઇ તેમણે રાજયવાસીઓનો આભાર માન્યો છે.
ચિરાગે કહ્યું કે તેમની પાર્ટી એકલા ચુંટણી લડી હતી અને લગભગ ૨૫ લાકોએ મત આપ્યા છે.ધન્યવાદ યાત્રા પહેલા ચિરાગ પોતાના તમામ ઉમેદવારોની સાથે બેઠક પણ કરશે ત્રણ તબક્કાના ઉમેદવારોની સાથે અલગ અલગ બેઠક કરશે.
એ યાદ રહે કે લોજપાએ બિહારમાં નીતીશકુમારને કારણે એનડીએ સાથે ચુંટણી લડી ન હતી ચિરાગ પાસવાન પહેલાથી જ મુખ્યમંત્રીની વિરૂધ્ધ હતાં જાે કે તેમણે ભાજપની સાથે કેન્દ્રમાં પોતાનું ગઠબંધન ચાલુ રહ્યું છે.બિહારમાં લોજપાના અલગથી ચુંટણી લડવાને કારણે જદયુને નુકસાન થયું હોવાનું કહેવાય છે અને તે ત્રીજા નંબરની પાર્ટી બનીને રહી ગઇ છે. જાે કે લોજપાને પણ સફળતા તો મળી નથી તેને માત્ર એક બેઠક મળી છે. પ્રચાર દરમિયાન પણ ચિરાગ મુખ્યમંત્રી નીતીશકુમારની નીતિઓને નિશાન બનાવી રહ્યાં હતાં.HS