Western Times News

Gujarati News

છત્તીસગઢઃ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

છત્તીસગઢ, છત્તીસગઢના અંબિકાપુર ખાતે માત્ર 7 વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આરોપ પ્રમાણે બાળકીના પરિવારના જ 6 સગીર બાળકોએ તેના સાથે આ પ્રકારે દુષ્કૃત્ય કર્યું હતું. પુછપરછ દરમિયાન બાળકોએ પોતે મોબાઈલમાં વીડિયો જોઈને આ શીખ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ આરંભી છે અને બાળકોએ રમત રમતમાં આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

જાણવા મળ્યા મુજબ એક જ પરિવારના 7થી 13 વર્ષની ઉંમરના 6 બાળકો મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોઈને 1.5 મહિનાથી સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. આ કારણે બાળકીની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને પરિવારના કોઈ સદસ્યને આ અંગે બિલકુલ અણસાર પણ નહોતો આવ્યો.

આ દરમિયાન બાળકીના મોટા ભાઈએ પરિવારના અને પાડોશના બાળકોને પોતાની બહેન સાથે રેપનો પ્લાન બનાવતા સાંભળ્યા તો તેને શંકા જાગી અને તેણે પરિવારને આની જાણ કરી હતી. પરિવારજનોએ બાળકોની પુછપરછ કરી તો તેમણે બળાત્કારની વાત સ્વીકારી લીધી હતી. ત્યાર બાદ બાળકીને તરત જ મેડિકલ તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી.

હાલ પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ આરંભી છે અને આ ઘટના 2-3 મહિના જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પુછપરછ દરમિયાન બાળકોએ પોતે મોબાઈલમાં વીડિયો જોઈને આ શીખ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે બાળકો મોબાઈલમાં કયા પ્રકારના વીડિયો જોઈ રહ્યા હતા તેની પણ તપાસ થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.