છત્તીસગઢના કવર્ધામાં ઝાંડો લગાવવાને લઈને ધારા ૧૪૪ છતાં જોરદાર તોડફોડ
રાંચી, છત્તીસગઢના કવર્ધામાં ઝાંડો લગાવવાને લઈને સર્જાયેલો વિવાદ ન ફક્ત હિંસક થયો છે બલ્કે રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. સ્થિતિ એટલી બગડી ગઈ છે કે પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. મંગળવારે કલમ ૧૪૪ લાગૂ થયા બાદ ઉપદ્રવિયોએ શહેરમાં અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપી જેવી સ્થિતિ સંભાળવા માટે પોલીસની મન મુકીને લાઠી ચાર્જ ક્યો છે અને ટીયર ગેસ છોડ્યા છે.
મંગળવારે થયેલી આ હિંસા બાદ સાંજે પોલીસે ફ્લેગ માર્ચ પણ કરી પરંતુ સ્થિતિ આજે પણ તણાવપૂર્ણ છે. ઝંડા વિવાદમાં જે યુવકને માર મારવામાં આવ્યો હતો.
તેના આરોપીઓ પર કાર્યવાહીની માંગને લઈને રાજનાંદ ગામના ભાજપ સાંસદ અભિષેક સિંહ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ રેલી કાઢી અને પોલીસ પર સવાલ ઉભા કર્યા. એ બાદ ભીડ બેકાબૂ થઈ અને આગચંપી તથા તોડફોડ શરુ કરી દીધી.રવિવાકે બપોરે કેટલાક યુવકોએ લોહારા નાકા ચોક વિસ્તારમાં ઝંડો લગાવ્યો. જેને લઈને બે જૂથોમાં ભારે લાઠીચાર્જ ડંડા ચાલ્યા.
પોલીસ મુકબધિર બની જાેતી રહી. અને બીજા જૂથે ઝંડો લગાવનારા જૂથના દુર્ગેશને ઠોર માર મારી લોહીલુહાણ કરી નાંખ્યો.
મારપીટમાં ૮ લોકો ઘાયલ થયા. જેમની સારવાર કવર્ઘાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
આ બાદ સોમવારે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી. પોલીસે આ મામલામાં ૬ લોકોની ધરપકડ કરી ફરિયાદ નોંધી હતી. પરંતુ હવે સમગ્ર મામલામાં રાજનીતિ શરુ થઈ ગઈ છે અને આને અલગ રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.HS