Western Times News

Gujarati News

જો છત્તીસગઢના ડોક્ટરોએ બ્રાન્ડેડ દવાઓ લખી આપી તો કાર્યવાહી થશે

રાંચી, છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ડોક્ટરો તરફથી Generic દવાઓની જગ્યાએ Branded કંપનીઓની દવાઓ લખી આપવા મુદ્દે ખુબ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ પ્રકારની હરકતો કરનારા ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાના નિવાસ કાર્યાલયમાં પર્યાવરણ અને આવાસ વિભાગની સમીક્ષા બેઠક કરી. આ બેઠક દરમિયાન તેમણે ધન્વંતરી જેનેરિક મેડિકલ સ્ટોર યોજનાની સમીક્ષા પણ કરી. સમીક્ષા દરમિયાન તેમણે સરકારી હોસ્પિટલોમાં જેનેરિક દવાઓની જગ્યાએ બ્રાન્ડેડ દવાઓ લખી આપવા મુદ્દે આકરી નારાજગી વ્યક્ત કરી.

તેમણે કહ્યું કે જે સરકારી ડોક્ટરો બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. પ્રમુખ સચિવ સ્વાસ્થ્યએ તત્કાળ તમામ કલેક્ટરો અને સીએમએચઓને નિર્દેશ બહાર પાડતા કહ્યું કે એ સુનિશ્ચિત કરો કે ડોક્ટર ફક્ત જેનેરિક દવાઓ જ લખે.

મુખ્યમંત્રીને એવી જાણકારી મળી હતી કે વારંવાર સૂચના છતાં ડોક્ટર જેનેરિક દવાઓની જગ્યાએ બ્રાન્ડેડ દવાઓ લખી આપે છે. જેના પર તેઓ નારાજ થયા અને અધિકારીઓને તેના પર કડકાઈથી અમલ કરાવવાનો આદેશ આપ્યો.

અત્રે જણાવવાનું કે લોકોને સત્તી દવાઓ મળે તે માટે છત્તીસગઢ સરકારે શ્રી ધન્વંતરી જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કર્યા છે. પ્રદેશમાં આ યોજના હેઠળ ૧૫૯ મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે. આ મેડિકલ સ્ટોર દ્વારા અત્યાર સુધીમાં વેચાયેલી દવાઓથી લગભગ ૧૭ લાખ ૯૨ હજાર નાગરિકોના ૧૭ કરોડ ૩૮ લાખ રૂપિયાની બચત થઈ છે.

બેઠકમાં કહેવાયું કે પ્રદેશના ૯ નગર નિગમોમાં ૫૦૦ વર્ગ મીટર સુધીના આવાસીય પ્લોટ્‌સ પર નિર્માણ માટે ઓનલાઈન નક્શા મંજૂરી સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. તેના દ્વારા અત્યાર સુધીમાં ૩૭૭૧ મકાનોના કમ્પલીશન સર્ટિફિકેટ જારી થઈ ચૂક્યા છે.

મુખ્યમંત્રી બઘેલે બેઠક દરમિયાન લોક સેવા ગેરંટી અધિનિયમ હેઠળ નાગરિકોને અપાતી વધુમાં વધુ સેવાઓ ઓનલાઈન કરવાના પણ નિર્દેશ આપ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.