છત્તીસગઢના દુર્ગમાં બસ ખીણમાં ખાબકતા ૧૧ના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/chattisgarh-1024x657.jpeg)
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં ૧૧ લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા
છત્તીસગઢ,
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં મંગળવારે સાંજે એક બસ મુરોમ માટીની ખાણના ખાડામાં પડતાં ૧૧ લોકોના મોત થયા હતા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ અધિક્ષક (છાવણી વિસ્તાર) હરીશ પાટીલે જણાવ્યું હતું કે કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાપરી ગામ નજીક રાત્રે લગભગ ૮.૩૦ વાગ્યે અકસ્માત થયો હતો, જ્યારે એક ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.
छत्तीसगढ़ के दुर्ग में हुआ बस हादसा दुःखद है। इस हादसे में जान गँवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदनाएँ व्यक्त करता हूँ और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) April 10, 2024
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યક્ત કર્યો સીએમએ લખ્યું, ‘દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ માહિતી મળી. આ અકસ્માતમાં ૧૧ કર્મચારીઓના મોતના સમાચાર મળી રહ્યા છે.
હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકાતુર પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે. અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હું તેને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.ss1