છત્તીસગઢમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા
રાયપુર, છત્તીસગઢમાં દિલ ધ્રુજાવી દે તેવી ધટના સામે આવી છે દુર્ગ જીલ્લાના એક ગામમાં એક પરિવારના ચાર લોકો મૃત જણાયા હતાં જયારે એક ૧૧ વર્ષીય યુવક ગંભીર હાલતમાં છે પોલીસે કહ્યું કે બલરાજ સોનકર ઉવ ૬૦ તેમની પત્ની દુલારિન બાઇ ઉવ ૫૫ તેમનો પુત્ર રોહિત ૩૦ અને વહૂ કીર્તિનના શબ તેમના ઘરની આસપાસ મળ્યા હતાં. આ ઘટના જીલ્લાના અમલેશ પોલીસ સ્ટેશન વિસ્તારના ખુડમુડા ગામમાં બની હતી.
પલીસે કહ્યું હતું કે સોનકરનો પૌત્ર ગંભીર હાલતમાં ઘરની અંદર મળી આવ્યો હતો આથી તેને રાયપુરની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આ તમામ લોકોના શબ પાણીની ટાંકીમાં તરતા મળી આવ્યા હતાં બેને એક ભારે વસ્તુથી કચડી દેવામાં આવ્યા હતાં. પોલીસનું કહેવુ છે કે જે હુમલામાં બચેલ બાળક છે તે આ ઘટનાનો નજરે જાેનાર સાક્ષી છે અને તેની હાલત ગંભીર છે.
પોલીસે કહ્યું કે શરૂઆતમાં અમને મહિલાના બે શબે શબ અને ૧૧ વર્ષીય યુવકનુ મળ્યં જે ગંભીર રીતે ધાયલ હોવાને કારણે બેભાન હતાં બાદમાં સ્નિકર ડોંગ્સની મદદથી અમે બલરાજ અને રોહિત બંન્નેના સબને પાસેની પાણીની ટાંકીમાંથી શોધી કાઢયા હતાં. પોલીસે કહ્યું હતું કે આ તમામ હત્યાઓનો પાછળનો હેતુ શું હતો તે હાલ જાણી શકાયો નથી અને આરોપીઓની શોધ શરૂ કરવામાં આવી હતી પરિવારની આવકનું સાધન ખેતી હતી તમામ ગામની બહાર પોતાના ખેતરમાં એક ઝોપડીમાં રહેતા હતાં.
ગામના લોકોએ જણાવ્યું હતું ક પરિવારની કોઇથી દુશ્મની ન હતી પોલીસ અધિકારીએ કહ્યું કે અમે મામલામાં કેટલાક સકારાત્મક માહિતી મેળવી છે આ મામલાને ઉકેલવા માટે ચાર ટીમ બનાવાઇ છે.HS